રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલીએ જણાવ્યું છે કે, પદવી મળ્યા બાદ રોજગારી મળે તે જરૂરી હોવાથી શિક્ષણ રોજગારલક્ષી હોય તે આવશ્યક છે. આજે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના પદવીદાન સમારોહને તેઓ સંબોધી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાથી બેરોજગારીનો પ્રશ્ન હલ થવાની સાથે નવા ભારતનું નિર્માણ થશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલીસીની શરૂઆત દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પદવીદાન સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિવિધ ફેકલ્ટીના 54 વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજતચંદ્રક તથા પ્રમાણપત્રો સાથે કુલ 11 હજાર 268 વિદ્યાર્થીઓને ડીગ્રી-ડિપ્લોમા એનાયત કરાયા હતા.