6 માર્ચના રોજ ભૂજ નગર પાલિકામાં ચૂંટાયેલી નવી બોડી દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો હતો કાર્યકાળના 100 દિવસો પૂર્ણ થતા ભૂજ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રજાલક્ષી કામગીરીનું સરવૈયુ રજૂ કરવામાં આવ્યુ હતુ.. જેમાં પાણીની સમસ્યાનું નિરાકરણ, પાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા સહિત વિવિધ વિકાસ કાર્યોની માહિતી રજૂ કરવામાં આવી હતી.