2001માં આવેલો ધરતીકંપ આપને યાદ હશે. આ વિનાશકારી ભૂકંપના લીધે ગુજરાતનાં કચ્છને હચમચાવી દીધું હતું.આ ભૂકંપના લીધે લોકોના ઘર તો તૂટ્યા જ હતાં તે સાથે લાખો સપનાંઓ પણ તૂટ્યાં.
આ પરિસ્થિતીમાંથી બહાર આવવવું ખૂબ કપરુ હતું પણ મજબૂત મનોબળ અને મહેનતનાં દમ પર કચ્છી માંડુઓએ સાબીત કરી બતાવ્યું.
આ છે કચ્છનાં માંડવીનું મસ્કા ગામ. જે ફરી બેઠું થયું છે અને આજે લોકોને જરૂરી સુવિધાઓ સરળતાથી મળી રહી છે. નલ સે જલ યોજના હોય કે બીજી કોઇ સરકારી યોજના અહીં તમામ વિકાસનાં કાર્યો થઈ રહ્યા છે.
એક સમયે જે ગામ ધ્વસ્ત થયુ હતુંં ત્યાંનાં બાળકો આજે ડિંફેન્સમાં જવા માટે તૈયાર છે. સ્પોર્ટ્સ કેમ્પસ સુધીની સુવીધાઓ આજે અહીં મળી રહી છે.