મનસુખ માંડવિયા આજે અમદાવાદમાં બે ફાર્મા કંપનીઓની મુલાકાત લેશે|Mid Day News|04-07-2021
Live TV
મનસુખ માંડવિયા આજે અમદાવાદમાં બે ફાર્મા કંપનીઓની મુલાકાત લેશે|Mid Day News|04-07-2021
04-07-2021 | 12:55 pm
1--- ઉત્તરાખંડના 11મા મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામી આજે સાંજે 5 કલાકે ગ્રહણ કરશે શપથ... ધામીએ જનસેવાને ગણાવી પોતાની પ્રાથમિકતા.. ઉધમસિંહ નગરની ખટીમા, વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય પણ છે ધામી...
2--- દેશમાં સતત કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો.... છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા 43 હજાર 71 નવા કેસ, જ્યારે 52,299 દર્દી થયા સ્વસ્થ.... તો 24 કલાકમાં 955 ના મૃત્યુ... રિકવરી દર વધીને 97.09 ટકા થયો... દેશમાં અત્યાર સુધીમાં 35 કરોડ 12 લાખથી વધારે લોકોને અપાઈ કોરોનાની રસી...
3--- રાજ્યમાં હવે મહાનગરોમાં પણ ,, કોરોના સંક્રમણ કાબુમાં.. શનિવારે નોંધાયા નવા 76 કેસ, તો 190 દર્દીઓ થયા સ્વસ્થ જ્યારે 3 દર્દીના થયા મૃત્યુ, તો બીજી તરફ રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે રસીકરણ અભિયાન... શનિવારે 3 લાખ 30 હજારથી વધુ લોકોને અપાઈ વેક્સિન..
4---- ધોરણ 10 અને 12ના Repeater વિદ્યાર્થીઓની પરીક્ષા , 15 જુલાઈએ જ યોજાશે.... શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું, પરીક્ષાની તમામ તૈયારી થઈ પૂર્ણ.... તો, ગુજકેટની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું,, JEE અને NEET ની પરીક્ષાઓની તારીખ જાહેર થયા બાદ ,, ગુજકેટની પરીક્ષાની તારીખો પણ થશે જાહેર..
5--- રાજ્યમાં વિકસીત થઈ રહેલી કોરોનાની વેક્સિન સંદર્ભે , કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અમદાવાદની 2 મહત્વની ફાર્મા કંપનીની મુલાકાતે... ઝાયડ્સ બાયોટેક પાર્ક અને Hester Bioscience લિમીટેડની લેશે મુલાકાત... ઝાયડ્સ કેડિલા બનાવી રહી છે, વિશ્વની પ્રથમ DNA આધારીત વેક્સિન... તો Hester Bioscience ભારત બાયોટેક સાથે મળીને કરી રહી છે કો-વેક્સિનનું ઉત્પાદન...
6----પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી "નલ સે જલ" યોજના અંતર્ગત , મહિસાગર જિલ્લાના છેવાડે આવેલા ચાંદરી બેટનાં ગામ લોકોને, ઘર આંગણે મળ્યું પીવાનું પાણી.. રાજ્ય સરકાર ''જ્યાં ઘર હશે - ત્યાં નળ હશે’' તેવા સંકલ્પ સાથે વધી રહી છે આગળ... ગામ લોકોને દિવસમાં 2 વખત મળશે પીવાનું શુદ્ધ પાણી.. સરપંચ સહિત ગામલોકોએ માન્યો સરકારનો આભાર...
7-- સરકારના જળસંચય અભિયાનમાંથી પ્રેરણા મેળવી , બનાસકાંઠા જિલ્લાના 4 યુવાનોએ જળ સંરક્ષણ ક્ષેત્રે કરી ભગીરથ કામગીરી... વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી જળ સ્તર ઉંચા લાવવા , અને જળસંગ્રહ માટે શરૂ કર્યો સેવાયજ્ઞ... તો અન્ય ગામડાઓમાં પણ કુવા અને ટ્યુબવેલ રીચાર્જ કરવા અંગે , ફેલાવી રહ્યાં છે જનજાગૃતિ...
8---- ખેડા જિલ્લાના નડિયાદના ત્રણ જાદુગરોએ જાદૂ ક્ષેત્રે વધાર્યુ ગુજરાત અને ભારતનું ગૌરવ... Vietnamમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેજિક શો સ્પર્ધામાં હાંસલ કર્યું પ્રથમ અને દ્વિતીય સ્થાન... વિશ્વના 100 જેટલા Magicianનો એ લીધો હતો ભાગ.. હવે 2022માં Thailandમાં યોજાનારી સ્પર્ધા માટે કરી રહ્યા છે તૈયારી...