મહીસાગર જીલ્લા સ્થિત કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડતા ખેડૂતોને હાશકારો થયો છે. ચોમાસાના પ્રારંભમાં સારો વરસાદ થતાં સમગ્ર મહીસાગર જિલ્લામાં ખેડૂતોએ સારો પાક થશે તેવી આશાએ ખેતી માટે બિયારણની વાવણી કરી ખેતીનો પ્રારંભ કર્યો હતો. પરંતુ છેલ્લા કેટલા દિવસથી વરસાદ નહિ વરસતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી હતી. પોતાનો પાક બચાવવા ખેડૂતો દ્વારા સિંચાઈનું પાણી મળે તે માટે સરકારમાં રજુઆત કરી હતી.