ઉત્તર ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને મહેસાણા જિલ્લાના વિસનગર અને વડનગરનું કચરિયું પ્રખ્યાત છે. છેલ્લાં ૫૦ વર્ષથી કચરિયાની ઘાણીઓમાં બનતું કચરિયું અને ગૃહઉદ્યોગના વ્યવસાય સાથે અનેક મહિલાઓ સંકળાયેલી છે. વિસનગરમાં અંદાજે મહિલાઓ દ્વારા 20 થી 25 ઘાણીઓ ચલાવવામાં આવી રહી છે /જેમાં કચરિયું ઉપરાંત અન્ય સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ વેચીને મહિલાઓ આત્મનિર્ભર બની છે. આવી જ કેટલીક બહેનોએ જણાવ્યું હતું કે, બે-ત્રણ મહિનાના વ્યવસાયમાં તેમણે 2 થી 3 લાખ રૂપિયાની આવક મેળવી છે /અને આમ પરિવારને પણ તેઓ આર્થિક રીતે મદદરૂપ બની છે./ મહત્વપૂર્ણ છે કે, આ વખતે ચોમાસુ લંબાતા તલના પાકને સારું એવું નુકસાન થયું હતું જેના કારણે તલની આવકમાં ઘટાડો થતાં વિવિધ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઉંચા ગયાં છે. હાલ તલનો 20 કિલોનો ભાવ 1700 થી 2400 રૂપિયા છે, જેના પરિણામે કચરિયું પણ 140થી 200 રૂપિયા સુધીના ઉંચા ભાવે વેંચાઈ રહ્યું છે.