એક એવો યુવાન જેણે, બાળપણમાં જ કલેક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું. બનાસકાંઠાનો સફીન આ વખતે UPSCની પરીક્ષામાં સફળ થયો છે. અનેક મુશ્કેલીઓ છતાં આ યુવાને હાર માનવાના બદલે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને સમસ્યાઓને પડકાર સમજી તેનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો. UPSCની પરીક્ષામાં પોતાના પુત્રને પાસ થયેલો જાણી માતા પિતા હર્ષોલ્લાસ જોવા મળ્યા હતા. સફીનને પરીક્ષાની તૈયારી દરમ્યાન પગમાં ઈજા થઈ હોવા છતાં તેણે હિંમત હારી ન હતી અને પરીક્ષાના લક્ષ્યને જ ધ્યાનમાં રાખ્યું હતું.
સફીનના પરિવારની આર્થિક સ્થિતિ પણ એટલી બધી સારી ન હોવા છતાં તેના માતા પિતાએ મહેનતમાં કોઈ કમી રાખી ન હતી. સફીનની માતા છેલ્લા 13 વર્ષથી હીરા ઘસી રહી છે અને પોતાના પુત્રને પરીક્ષાની તૈયારીમાં મદદ કરી રહી છે.