ગાંધીનગરમાં ગઈકાલે ૧૬૨મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિની બેઠક , મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ , રાષ્ટ્રીયકૃત બેન્કોને પરંપરાગત વિચાર સરણીમાંથી બહાર આવી , એગ્રેસીવ એપ્રોચ સાથે, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસથી સહાય ધિરાણ સરળીકરણ માટે , આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું , કે બેન્કો મદદ કરવા તત્પર છે. છેવાડાનો માનવી પણ બેન્કોની સહાય ધિરાણથી પગભર થાય , તેવા વ્યવહારની આવશ્યકતાને , બેન્કોએ સ્વીકારવી પડશે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર મહેશકુમાર જૈન, એસ.એલ.બી.સી.ના ચેરમેન ,, બેન્ક ઓફ બરોડાના CEO પી. એસ. જય કુમાર, અને લીડ બેન્ક- બેન્ક ઓફ બરોડાના એકઝીકયુટીવ ડાયરેકટર , વી. એસ. ખિંચી સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. આ પ્રસંગે બેન્ક ઓફ બરોડા દ્વારા , મુખ્યમંત્રી રાહત ફંડમાં , રૂપિયા પાંચ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું.