1લી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. રાજ્યના સ્થાપના દિવસની ભરૂચ ખાતે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. આ ગૌરવપૂર્ણ દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કેટલીક મહત્વની યોજનાઓને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. જેમાં શિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓને રોજગારી મળી રહે તે માટે "મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ" યોજનાનો પ્રારંભ મુખ્યમંત્રી કરાવશે.
અપૂર્ણ અભ્યાસ કે કૌશલ્યસભર હોવા છતાં તકવંચિત રહેલાં યુવાઓ માટે મહત્વાકાંક્ષી મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાનો શુભારંભ કરવામાં આવશે. આ યોજનામાં આવા યુવાનોને પહેલા તાલીમ અપાશે અને પછી ડિગ્રી સર્ટીફિકેટ પણ અપાશે. ઉપરાંત સ્ટાઇપેન્ડની પણ જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યભરના બેરોજગાર પણ કૌશલ્યવાન યુવાનોને સરકારી નોકરીનો પણ મળી શકે છે લાભ.