ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વિડીયો કોન્ફરન્સીંગ મારફતે જળ સંચય અભિયાનની સમીક્ષા કરી હતી.
પહેલી મે થી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લામાં તળાવો ઊંડા કરવાની કામગીરી ગુજરાત સરકારના પંચાયત મંત્રી જયદ્રથ સિંહ પરમારની દેખરેખ હેઠળ થઇ રહી છે. પંચમહાલ જિલ્લાના 7 તાલુકા ગોધરા, શહેરા,હાલોલ, કાલોલ, મોરવા હડફ અને જામ્બુઘોડા તાલુકામાં જિલ્લા તંત્ર દ્વારા કુલ 1,382 કામો મંજુર કરવામાં આવેલ છે. જેમાંથી 520 કામો શરૂ થયા છે અને 250 કામો પૂર્ણ થયાં છે. પંચમહાલ જિલ્લામાં ચાલતા સુજલામ સુફલામ યોજના હેઠળ જળ સંચયના કામોની પ્રગતિની સમીક્ષા કરવા ગોધરા ખાતે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ જિલ્લા અને તાલુકાના અધિકારીઓની સમીક્ષા બેઠક ગોધરાના સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી.