કોરોનાકાળ બાદ સિરામિક હબ ગણાતા મોરબીમાં નવા 60 ઔદ્યોગિક એકમોની શરૂઆત થઈ છે. નવા એકમો શરૂ થતાં વૈશ્વિક બજારમાં નિકાસ થકી સરકારને વધુ વિદેશી હૂંડિયામણ આનુષંગિક રો-મટીરીયલ પેકેજીંગ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટમાં વધારો થશે. સાથે જ રોજગારીની નવી તકો પણ સર્જાશે.