રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની બદલી થતાં તેમને ઉષ્માભેર વિદાય આપવામાં આવી હતી. સાથે જ તેમના સ્થાને આવેલા કલેકટર અરૂણકુમાર બાબુને માનભેર આવકારવામાં આવ્યા હતા. નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા તથા કલેકટર કચેરીના સમગ્ર સ્ટાફ દ્વારા ,, વિદાય લઈ રહેલા રેમ્યા મોહનને ફૂલો અને રંગબેરંગી ફુગ્ગાઓથી વિદાય અપાઈ હતી. તો નવા વરાયેલા કલેકટર અરૂણકુમાર બાબુને તાળીઓના ગડગડાટ સાથે આવકારાયા હતા. અરૂણકુમારે પદભાર સંભાળતા જ રાજકોટના વિકાસ માટેના તમામ કામોને પહેલી પ્રથમિકતા આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.