રાજકોટ જિલ્લા ના ઉપલેટા પંથક માં ઉનાળુ પાક નું સારૂ એવું ઉત્પાદન થયું છે. ગુજરાત સરકાર દ્વારા જળ સંચય યોજના અને ચેકડેમ બનાવવા માટે ની યોજના ઉપલેટા પંથક માં ખેતરો માં હરિયાળી લાવી છે. સરકાર દ્વારા જળ સંચય યોજના ચાલી રહી છે જેનો ફાયદો ઉપલેટા ના ખેડૂતો ને થઈ રહ્યો છે. ગત વર્ષ સારા એવા વરસાદ ને કારણે ચેકડેમ અને નદી નાળા માં પુષ્કળ પ્રમાણ માં પાણી એકત્રીત થયુ હોવાને કારણે ઉનાળુ પાક ને પિયત માટે પૂરતું પાણી મળી રહેતા ખેડૂતો એ તલ, ઉનાળુ મગફળી, ઘઉં સહિત ના પાક નું પુષ્કળ ઉત્પાદન મેળવ્યું છે અને હાલ આં તમામ જણસ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો લાવી રહ્યા છે અને માર્કેટિંગ યાર્ડ જણસ થી ઉભરાયું છે.