મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોકળા મને કાર્યક્રમ શરૂ કરવા માં આવ્યો છે. બીજી વખત યોજાયેલા આ કાર્યક્રમ માં આજે શિક્ષણ દિવસ હોવાથી શિક્ષકો સાથે મુખ્યમંત્રી દ્વારા ચર્ચા કરવા માં આવી હતી. જેમાં શિક્ષણ વિભાગ માં કરાતી કામગીરી નું પ્રેઝન્ટેશન રજૂ કરવા માં આવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીએ શિક્ષકો ની વિવિધ સમસ્યાઓ તેમજ કામગીરી ને લઇ ને ચર્ચા કરી હતી. જેમાં શિક્ષકો એ પોતાના મોકળા મને વાત કરી ને તેમને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી.
ગાંધીનગર ટાઊન હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણી અને રાજયપાલ દેવ વ્રત આચાર્ય ની ઊપસ્થિતિ માં રાજય ના શિક્ષકો ને તેમની શ્રેષ્ડ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા.રાજય ના 13 સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષકો 6 ઊચ્ચતર માધ્યમિક શાળા ના શિક્ષકો ને 2 કેળવણી નિરિક્ષક 1 C.R.C., B.R.C.ને એવોર્ડ અપાયા.દિવ્યાંગ બાળકો ને શિક્ષણ આપતી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ ના શિક્ષકો ને પણ એવોર્ડ એનાયત કરાયા હતા.