રાજસ્થાનના જયપુરથી પદયાત્રા કરી ભારત ભ્રમણ અર્થે નીકળેલ દંપતી ૮૧૦ દિવસ પાવાગઢ ખાતે આવી પહોંચ્યા હતા.રાજસ્થાનના જયપુર શહેરના ૩૫ વર્ષીય ભવાનીસિંગ રાજપૂત તેમજ તેઓના ૩૨ વર્ષીય પત્ની સુમનકુંવર જયપુરથી ગત ૨૦૧૯ ના માર્ચ માસની ૧૩ તારીખે પગરખાનો ત્યાગ કરી ખુલ્લા પગે વિશ્વશાંતિ અર્થે ભારત ભ્રમણ અર્થે નીકળ્યા હતા, જેઓ ૨૭ માસ દરમિયાન નેપાળ સહિત ભારતના અનેક રાજયોમાં પદયાત્રા કરી પાવાગઢ ખાતે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત ભ્રમણ દરમિયાન દરેક રાજ્યોમાં લોકોનો સારો સાથ સહકાર મળ્યો હતો જોકે આંધ્રપ્રદેશ તેમજ તામિલનાડુમાં ભાષાને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે લોકડાઉનના સમયે તેઓ નેપાળ પહોંચ્યા હતા,જ્યાં એક માસ ઉપરાંતનો સમય રોકાણ કર્યું હતું, ત્યારબાદ ભારતમાં નગરોની બહારથી જવાનું હોય બહુ મુશ્કેલી પડી ન હતી. તેઓએ જણાવ્યું હતું જ્યારે પાવાગઢ માતાજીના દર્શન કરી હવે આગળનો પ્રવાસ ડાકોર- સોમનાથ થઈ રાજસ્થાન પહોંચતા ૧૦૦૦ દિવસ પુરા થશે.