વડનગર નજીક આશરે 2000 વર્ષ જૂની પ્રાચીન નગરી શોધી કાઢવા ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન પ્રાચીન ગોળાકાર દિશાસૂચક સ્થાપત્ય મળી આવ્યું છે. અમર થોળ નજીક ઉત્ખનન દરમિયાન બે મીટર વ્યાસ ધરાવતું દિશા સૂચક સ્થાપત્ય મળી આવ્યું છે. આ સ્થાપત્ય અસામાન્ય ઇંટોથી બનેલું છે. આ સ્થાપત્યની રચના 5મી સદીમાં થઇ હોવાનું મનાઇ રહ્યું છે. તેમાં ત્રણ રેખાઓ અંકિત છે. ઉત્ખનન દરમિયાન , સંખ્યાબંધ માનવ કંકાલ પણ મળી આવ્યા છે. મૈત્રક કાળથી સોલંકી કાળ દરમિયાન , આ સ્થળે માનવ વસવાટ હતો. ત્યારબાદ સ્થાન છોડી દેવાયું હતું.