વડોદરા ખાતે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલની વિશેષ ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરમાં નવીન પોલીસ સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. પાણીગેટ નજીક સુલેમાની ચાલીના સ્થળે નવનિર્મિત ભવનમાં પાણીગેટ અને સાયબર ક્રાઇમ પોલીસ મથક અને નાયબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર કચેરીઓ ખુલ્લી મૂકી હતી. તેમાં SOG કચેરી ખાતે Scientific Interrogation Room પ્રતાપનગર પોલીસ મુખ્ય મથક ખાતે Open Sports Gym, Sports ગ્રાઉન્ડ તેમજ પોલીસ યુથ સ્પોર્ટસ ક્લબનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીએ “SHE TEAM" Booklet નું અનાવરણ પણ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોલિસ વિભાગના શહીદોના પરિવારજનોને એક લાખની સહાયના ચેક વિતરણ કરાયા હતા.