અંદાજે 10 વર્ષ પહેલા વડોદરા પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા ડ્રગ માફિયાને હોંગકોંકથી ભારત લાવવામાં સફળતા મળી છે.વર્ષ 2008માં વડોદરા જિલ્લાના માણેજા વિસ્તારમાં અંદાજે 12 કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે NCBએ રિચાર્ડ અને તેના બે સાગરિતની ધરપકડ કરી હતી.પરંતુ વર્ષ 2011માં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો રિયાર્ડ પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો અને સાગરિતોની મદદથી નેપાળથી કેનેડા અને ત્યાંથી બોગસ પાર્સપોર્ટના આધારે હોંગકોંગ પહોંચ્યો હતો.પરંતુ હોંગકોંગમાં મની લોન્ડરિંગના એક કેસમાં તેની ધરપકડ કરવામાં આવી અને સ્થાનિક કોર્ટે તેને 4 વર્ષની સજા ફટકારી.