આજે વર્લ્ડ બ્રેઇલ ડે છે. અમદાવાદ માં આવેલા ,અંધજન મંડળ માં , ટેક્નોલોજી મ્યૂઝિયમ, ઉભું કરાયું છે. આ મ્યૂઝિયમ માં, પ્રજ્ઞા ચક્ષુ લોકો માટે , 43 જેટલાં વિવિધ ડિવાઈસ રાખવા માં આવ્યા છે. જેનો ઉપયોગ કરી ને , તેઓ નું જીવન, ઘણું સરળ બની ગયું છે. આ વિવિધ ડિવાઈસ પર ,નજર કરીએ , તો તેમાં ,બ્રેઇલ રિફ્રેશેબલ ડિસ્ક, ટોકિંગ કેલ્ક્યુલેટર, બ્રેઇલ મેપ, બ્રેઇલ ગેમ્સ, ઓ ટોકિંગ સાઈન્ટિફિક કેલ્ક્યુલેટર, ટોકિંગ બીપી મશીન, ટોર્ચ ચિટ નો ,સમાવેશ થાય છે. આ ડિવાઈસ ના ઉપયોગ થી , પ્રજ્ઞા ચક્ષુઓને , શિક્ષણ ,અને મનોરંજન જેવી સુવિધાઓ મળે છે.