વાપી - દિવ્યાંગો માટે સાધન સહાયનું વિતરણ
24-03-2018 | 10:30 am
Share Now વાપી ઉદ્યોગ નગર માં આવેલી ,પ્રાથમિક શાળા ખાતે ,વાપી ,અને ઉંમરગામ તાલુકા ના ,દિવ્યાંગ બાળકો માટે ,સાધન-સહાય કેમ્પ નું ,આયોજન કરવા માં આવ્યું હતું, આ કાર્યક્રમ માં ,ઉમર ગામ ,અને વાપી તાલુકા માંથી આવેલા જરૂરીયાત મંદ, વિકલાંગ બાળકો ને ,બાઈસીકલ ,વોકર, હિયરિંગ મશીન સહિત ના સાધનો ,આપવા માં આવ્યા હતા. ઉપરાંત ,આપવામાં આવેલા સાધનો નો ઉપયોગ ,કઈ રીતે કરવો, તે અંગે વિસ્તૃત જાણકારી, તેમના વાલીઓ ને ,પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન, વાપી ના ,T.P.E.O. મીના બેન પટેલે જણાવ્યું ,કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ,દેશ માં આવેલા, તમામ દિવ્યાંગ બાળકો નું ધ્યાન રાખતા, તેઓ ને માટે સહાય રૂપ ,સાધનો નું, વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ,વાપી તાલુકા ના ,49 દિવ્યાંગ બાળકોને ,તેમજ ઉમરગામ તાલુકા ના, 73 દિવ્યાંગ બાળકો ને ,વિવિધ સાધનો નું ,વિતરણ કરવા માં ,આવ્યું હતું.