વિશ્વમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારત ત્રીજુ અગ્રિમ રાષ્ટ્ર બન્યું છે.તેમાં ગુજરાતનો મહત્વપૂર્ણ ફાળો છે.ગુજરાત 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે દેશમાં સ્ટાર્ટઅપ હબ બન્યું છે.ભારત સરકારના આઈ.ટી. ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમના એક અભ્યાસમાં સામે આવ્યું કે 2014થી 2019 વચ્ચે એવરેજ 12થી 15 ટકાના ધોરણે સ્ટાર્ટઅપમાં વૃદ્ધી થઈ છે.દેશના 150 સ્ટાર્ટઅપમાંથી 43 ટકા ફંડેડ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં જ કાર્યરત છે.મુખ્યમંત્રીના પ્રોત્સાહક અભિગમની ફલશ્રુતિએ રાજ્યમાં યુવા સ્ટાર્ટઅપને ફાયનાન્સિયલ આસીસ્ટન્સ, ઓનલાઈન એપ્લિકેશન, મોનિટરિંગ એન્ડ ટ્રેકિંગ સુવિધા દ્વારા સ્ટાર્ટઅપને વધુ વિકસાવવા પૂણ તક મળતી થઈ છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટાર્ટઅપ યુવાઓને પોતાના શોધ-સંશોધનો અને નવા આઈડિયાઝને સ્ટાર્ટઅપ મિશન અંતર્ગત અમલમાં મુકી જોબ સિકરમાંથી જોબ ગીવર બનાવવાનો સંકલ્પ કર્યો છે.ગુજરાતમાં વર્ષ 2016થી અત્યાર સુધીમાં 140 કરોડની સહાય સ્ટાર્ટઅપને આપવામાં આવી છે.જેના કારણે ચાર હજારથી વધુ લોકોને જુદા જુદા સ્ટાર્ટઅપ ક્ષેત્રે રોજગારનો અવસર મળ્યો છે.