શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ 31,955 કરોડની જોગવાઈ, સ્કુલ ઓફ એક્સેલન્સ યોજના જાહેર કરાઈ
Live TV
શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ 31,955 કરોડની જોગવાઈ, સ્કુલ ઓફ એક્સેલન્સ યોજના જાહેર કરાઈ
27-02-2020 | 9:16 am
નાણાં મંત્રી નીતિન પટેલે રૂા. ૨,૧૭,૨૮૭ કરોડના કદનું બજેટમાં ખેડૂતો, કોલ્ડ સ્ટોરેજના માલિકો, ૩૦ લાખથી વધુ દુકાનદારો અને પ્રોફેશનલ્સને અંદાજે રૂા. ૩૩૦ કરોડની વીજકરની રાહત આપતું અને રૂા. ૬૦૫ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. ૨૦૧૯-૨૦ના વર્ષના અંદાજપત્રની તુલનાએ ૨૦૨૦-૨૧ના વર્ષના બજેટના કદમાં રૂા.૧૨,૪૭૨ કરોડનો વધારો થયો છે. ધર્મસ્થાનકો અને દુકાનદારો તથા પ્રોફેશનલ્સને વીજબિલ પર લેવાતા વીજકરમાં કુલ મળીને અંદાજે રૂા. ૩૨૫ કરોડની રાહત આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગ માટે 31,955 કરોડની જોગવાઈ
- ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ માટે 500 કરોડ, 7000 નવા ક્લાસ માટે 650 કરોડ
- મધ્યાહ્ન ભોજન માટે 980 કરોડ, કોલેજ વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે 200 કરોડ
- RTE હેઠળના 4.22 લાખ વિદ્યાર્થીઓને યુનિફોર્મ-સ્ટેશનરી માટે 550 કરોડ
- વિદ્યાર્થીઓ માટેની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 935 કરોડ
રાજ્યની શિક્ષણ વ્યવસ્થા સુધારવા ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરીંગ પર વધુ ફોકસ કરવા માટે બજેટમાં શિક્ષણ માટે રૂપિયા 31,995 કરોડની ફાળવણી કરવામાં આવી છે...નાણાંમંત્રી નિતીન પટેલે બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા 31,955 કરોડની આપી જોગવાઇ...રાજ્યની શાળાઓ પૈકી 500 શાળાઓને સ્કુલ ઑફ એકસલન્સ તરીકે વિકસાવાશે...આવી શાળાઓમાં તમામ અદ્યતન માળાખાકીય સુવિધાઓ, સ્માર્ટ કલાસરૂમ, કોમ્યુટર લેબ અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે રૂપિયા 250 કરોડની જોગવાઇ...
આ વર્ષે પ્રાથમિક શાળાઓના નવા 7૦૦૦ વર્ગખંડોનું બાંધકામ હાથ ધરાશે જે માટે રૂપિયા ૬પ૦ કરોડની જોગવાઈ...શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને યોજનાઓના ઑનલાઇન રીયલ ટાઇમ મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ સુદઢ બનાવાશે જે માટે રૂપિયા 188 કરોડની જોગવાઈ...
શાળાની શૈક્ષણિક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે ગુજરાત સ્કૂલ કવોલિટી એક્રેડીટશન કાઉન્સિલ માટે રૂપિયા 5 કરોડની જોગવાઇ...ધોરણ ૧ થી 8ના આશરે 43 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે રૂ.980 કરોડની જોગવાઈ...
સાત જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓના ૪૦૪ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચનશેડ બનાવવા રૂ.૧૦ કરોડની જોગવાઈ જેનાથી અંદાજે ૫૫ હજાર બાળકોને થશે લાભ થશે રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા અંદાજે ૪ લાખ ૨૨ હજાર વિદ્યાર્થીઓની ફી, યુનિફોર્મ, સ્કૂલ બેગ વગેરે માટે સહાય આપવા કુલ રૂ.૫૫૦ કરોડની જોગવાઇ...
રાજયના અંતરિયાળ વિસ્તારોમાં ૨૪૦ કસ્તુરબા ગાંધી વિદ્યાલય રેસીડેન્સીયલ હોસ્ટેલ કમ સ્કૂલોમાં અભ્યાસ કરતી ૨૨, ૦૦૦ કન્યાઓ માટે વિનામૂલ્યે રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે રૂ.૮૫ કરોડની જોગવાઈ... સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 1,22,450 દિવ્યાંગ બાળકો માટે દશ્ય શ્રાવ્ય સાધનો પૂરાં પાડવા રૂપિયા ૫૦ કરોડની જોગવાઈ....
વ્યારા ખાતે રૂ ૧૪ કરોડના ખર્ચે નવું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બાંધવામાં આવશે...જેનાથી આદિજાતિ વિસ્તારના શિક્ષકો અને વિદ્યાર્થીઓને થશે લાભ...ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ આપવા રૂ.૨૦૦ કરોડની જોગવાઇ...
સરકારી યુનિવર્સિટીઓના નવા બાંધકામ તથા સરકારી કોલેજોના ભવનોના બાંધકામ માટે રૂ.૨૪૬ કરોડની જોગવાઈ...યુનિવર્સિટી ખાતે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત જોગવાઈ...ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, લેકાવાડા, ગાંધીનગર ખાતે વિવિધ બાંધકામ માટે રૂ.૭૫ કરોડની જોગવાઇ...
સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત રાજયની શૈક્ષણિક સંસ્થાઓનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપ વધારવા રૂ.૧૦ કરોડની જોગવાઈ...કાછલ-મહુવા , ડેડીયાપાડા અને ખેરગામ ખાતે હયાત સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા તેમજ નવી સાત ગ્રાન્ટ-ઇન-એઇડ વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરુ કરવા માટે રૂપિયા ૨ કરોડની જોગવાઇ...
આઇ.આઇ.ટી. રામ ખાતે D . R . D . Oના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઑફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે રૂ.૧૨ કરોડની જોગવાઈ...ડિજિટલ એજયુકેશન ડેવલપમેન્ટ ફંડ અંતર્ગત કુલ ૨૨૧ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં ડિજિટલ ટેકનોલોજિ અંગેની પ્રવૃત્તિઓ હાથ ધરવા રૂ.૩૦ કરોડની જોગવાઇ...