દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા નાણામંત્રીએ કેટલાક પગલા લીધા છે. તેની માહિતી આપતા અમદાવાદમાં આજે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય ડો. કિરીટ સોલંકી અને હસમુખ પટેલે ખાનપુર બીજેપી કાર્યાલય ખાતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશનું અર્થતંત્ર મજબૂત છે. વિદેશી મૂડીરોકાણમાં 28 ટકાનો વધારો થયો છે. જે સરકારની લોકપ્રિયતામાં વધારો કરે છે.