વિશ્વના લગભગ દરેક દેશમાં તૈયાર પૉલિશ કરેલા હીરા સુરત શહેર પૂરા પાડે છે. સુરતના મોટાભાગના હીરાના કારખાનાના માલિકો આફ્રિકા, રશિયા તેમજ બેલ્જિયમ જેવા દેશોમાંથી કાચા હીરા ખરીદતા હોય છે અને ઘાટ આપી પૉલિશ કરી બેલ્જિયમ, દુબઈ તેમજ અમેરિકા જેવા દેશોને વેચતા હોય છે.
ત્યારે સમગ્ર વિશ્વને તૈયાર કરેલા હીરા સુરત પૂરું પાડતું હોઈ એ સંજોગોમાં નિર્માણ પામી રહેલ ડાયમંડ બુર્શને કારણે સુરતના ડાયમંડ જવેલરી ઉપાદકો તેમજ હીરા ઘસવાનું કામ કરતા કારીગરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
હાલ કાચા હીરા કે તૈયાર પૉલિશ હીરાને વેચવા કે ખરી દવા માટે દલાલની મધ્યસ્થતા કરવી પડે છે. સાથે મુંબઈ, દુબઈ, રશિયા કે આફ્રિકા જવું પડતું હોય છે, ત્યારે સુરતમાં નિર્માણ પામતા ડાયમંડ બુર્શ ખાતે વિશ્વના બહુમત ખરીદદારો તેમજ કાચા હીરા વેચનારાઓ સીધેસીધા મળી વેપાર કરી શકશે.
જો કે ડાયમંડ બુર્શથી માત્ર ડાયમંડ બિઝનેસનેને ફાયદો થશે એવું નથી, જવેલરી બિઝનેસને પણ ખુબ મોટો ફાયદો થશે. જેનું કારણ જવેલરીમાં હીરા જડિત આભૂષણોની સમગ્ર વિશ્વમાં માંગ છે. આ સિવાય જવેલરી ઉદ્યોગનો વિકાસ થશે તો જવેલરી ડિઝાઈન કરનારી યુવતીઓ પણ ઘેર બેઠા રોજગાર મેળવી શકશે.