સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન હોમિયોપેથિ કોલેજમાં પ્રવેશ આપવા , બોગસ ડીગ્રી કૌભાંડ મામલે , રાજકોટ SOG પોલીસ દ્વારા , ડાંગર કોલેજના પ્રિન્સિપાલ સહિત , 3 આરોપીની ધરપકડ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની કમિટી દ્વારા કરવામાં આવેલ તપાસમાં , યુનિવર્સીટીના હોમીયોપેથી વિભાગના ડીન સહીત , 43 લોકોની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ , સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન હોમીયોપેથી કોલેજમાં પ્રવેશ મેળવવા, અન્ય યુનિવર્સીટીની માર્ક શીટનો ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યાર સુધીમાં બોગસ માર્ક શીટ આધારે , 43 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો.