કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ નર્મદા ડેમ સાઇટ અને "સ્ટેચ્યુ ઓફ યુનિટી" પ્રોજેક્ટની મુલાકાત લીધી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની ઝડપી કામગીરીની પ્રગતિથી પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા નિર્ધારીત પેરામીટર મુજબ મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ થવા "ટીમ નર્મદા" કેવડીયા ખાતે "ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદાના ૨૦૧૮-૨૦૨૨ના એક્શન પ્લાન" અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે નીતિ આયોગના દિશા-નિર્દેશ મુજબ એક્શન પ્લાનના સમયબધ્ધ અમલ સાથે જિલ્લામાં જે તે ક્ષેત્રની કામગીરી વધુ અસરકારક અને પરિણામલક્ષી બની રહે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો