હવે કોઈ પણ વ્યક્તિ પોતાના રહેઠાણના નજીકની આરટીઓ કચેરીએથી ડ્રાઇવીંગ લાઇસન્સ રીન્યૂ કરી શકશે. આ માટે લાઇસન્સ જ્યાંથી ઇસ્યુ થયું હોય એ જ કચેરીએ જવાની જરૂર નથી. અરજદાર જો અંગત કારણોથી પોતાનો જિલ્લો છોડી ચૂક્યો હોય તો લાઈસન્સ રીન્યુ કરાવવા માટે ફરી પાછું મૂળ કચેરીમાં જવું પડશે નહીં. બુધવારે ગુજરાત સરકારે લોકોને રાહત આપતી આ જાહેરાત કરી હતી.