રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ 1 મેના રોજ આ અભિયાનનો પ્રારંભ કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે રાજકોટમા રાજ્યના કૃષિમંત્રી આર.સી ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી.
આ યોજના હેઠળ 13000 તળાવો , ચેકડેમ ઊંડા કરવામા આવશે અને નદીઓને પુનઃજીવિત કરવામાં આવશે, તેમજ 11,000 લાખ ધનફુટ વરસાદી પાણી સંગ્રહ કરાશે જેમા રાજકોટ જિલ્લામા 24 મોટા અને 215 નાના તળાવો ઉંડા રવામાં આવશે સાથે જ જિલ્લામાં 3 જળાશયો , 24 ચેકડેમ મળી કુલ 349.28 લાખ ખર્ચ કરી ઉંડા કરી પાણીને સંગ્રહ કરવાનુ અભિયાન હાથ ધરાશે.