1,009 new cases of corona in Gujarat in last 24 hours | News Focus | 03-08-2020
03-08-2020 | 8:13 pm
Share Now 1.... .... રાજ્યમાં નથી શમી રહ્યો કોરોનાનો કેર - છેલ્લા ચોવિસ કલાકમાં 1 હજાર 9 નવા કેસ નોંધાયા... સોથી વધુ કેસ સુરતમાં 198 અને 131 ડિસ્ચાર્જ કરાયા હતા.. જ્યારે અમદાવાદમાં 139 નવા પોઝિટીવ કેસ ,22 દર્દીઓનાં મોત
2....કોરોનાના દર્દીઓને રાહત મળે તે આશય સાથે હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીઓને મોબાઈલ ફોન અને ટેબલેટ વાપરવાની છૂટ આપવા , કેન્દ્રનો નિર્દેશ- કેન્દ્ર સરકારે દરેક રાજ્ય સરકારોને લખ્યો પત્ર
3.... દેશભરમાં કોરોના સંક્રમણનો આંકડો 18 લાખ 8 હજારને પાર .....સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધીને 11 લાખ 88 હજારને પાર..38 હજાર બસો એક લોકોએ ગુમાવ્યા જાન...દેશમાં અત્યાર સુધીમાં ટેસ્ટોનો આંકડો બે કરોડ પર પહોંચ્યો..... DCGI એ સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કા માટે માનવ પરીક્ષણ કરવાની આપી મંજૂરી
4.. અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન નિમિત્તે સોળે કળાએ સજાવાઇ રહી છે રામની નગરી અયોધ્યાને....કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટેની તમામ તકેદારી ...સલામતીની પણ અભેદ્ય વ્યવસ્થા વચ્ચે તમામ ધર્મ અને સંપ્રદાયના પોણા બસો આમંત્રિતોની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ભૂમિપૂજન....મુસ્લિમ બહેન દ્વારા મોકલાવાયેલી રાખડી રામલલ્લાને કરાશે અર્પણ..
5.. બંગાળના આખાતમાં હવાનું હળવુ દબાણ સર્જાતા આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી...પાંચ અને છ ઓગષ્ટના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી...ગુજરાતના ગીર સોમનાથ અને વલસાડમાં પડ્યો વરસાદ
6... ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં ચાલુ વર્ષે વરસાદી પાણીની નહિવત આવક થતાં જગતનો તાત બન્યો ચિંતિત....દોઢ દાયકા કરતાં પણ વધુ સમય બાદ ધરોઇ ડેમમાં જુલાઇના અંત સુધીમાં પાણીની કોઇ આવક નહીં...ઉત્તર ગુજરાતમાં 79 ટકા વાવેતર થવા છતા ધરોઇ ડેમમાં વિકટ બનતા જળસંકટને કારણે પાક નિષ્ફળ જાય તેવા એંધાણ
7. અપાર સ્નેહ અને નિઃસ્વાર્થ ભાવનાથી આજે ઉજવાયો ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન- ....લોકગાયક ગીતા રબારીએ કચ્છની સરહદ પર જઇને જાબાંઝ જવાનોને બાંધી રાખડી....લોકગીતો દ્વારા જવાનોને પરિવાર સાથે હોવાનો કરાવ્યો અહેસાસ...બ્રાહ્મણોએ વૈદિક પંરપરા અનુસાર ધારણ કર્યુ નવુ જનોઇ...