રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લામાં મેડિકલ કોલેજોની મંજૂરી તથા સરકારી હોસ્પિટલમાં બેડની સુવિધામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ પાંચ જિલ્લાઓમાં મોરબીનો પણ સમાવેશ થાય છે.જેના કારણે જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો છે.MBBSના વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો હતો.તો ગીર સોમનાથ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા 150થી વધારી 300 કરવામાં આવી છે સાથે નવી મેડિકલ કોલેજ ફાળવવામાં આવતા જિલ્લાના લોકોની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો.અને સરકારના તેમણે નિર્ણયને વધાવ્યો હતો.પંચમહાલ જિલ્લામાં પણ નવી મેડિકલ કોલેજની ફાળવણી સાથે સિવિલમાં બેડની સંખ્યા વધારાઈ છે.જેના કારણે જિલ્લાના આગેવાનોએ સરકારનો આભાર માન્યો હતો.