Ahmedabad: fire broke out at Ankur School in Krishna Nagar| Mid Day News| 9-4-2021
Live TV
Ahmedabad: fire broke out at Ankur School in Krishna Nagar| Mid Day News| 9-4-2021
09-04-2021 | 3:53 pm
1--- અમદાવાદમાં કૃષ્ણ નગરની અંકૂર સ્કૂલમાં , અચાનક આગ ભભૂકી ઉઠતા , લોકોમાં ચિંતાનો માહોલ.... ફાયર બ્રિગેડની , 5થી વધુ ગાડીઓ દ્વારા , આગ પર કાબુ મેળવવાના પ્રયાસ... સ્કૂલમાં કલર કામ કરી રહેલાં કેટલાંક લોકો , સ્કૂલની બિલ્ડિંગમાં ફસાયા... શાળા બંધ હોવાથી ટળી મોટી દુર્ઘટના... 2--- વઘતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા , અને આગળ વધતુ અટકાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી, અને નાયબ મુખ્યમંત્રીએ લીઘી મોરબીની મુલાકાત... મોરબીમાં વહિવટી તંત્રના અધિકારીઓ, આરોગ્ય સચિવ જંયતિ રવિ સહિત , રાજકીય અગ્રણી સાથે બેઠક યોજી , સંક્રમણની હાલની સ્થિતિ પર કરી ચર્ચા.... તો મોરબી બાદ રાજકોટની પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કરી રહ્યાં છે સમીક્ષા મુલાકાત... 3--- રાજ્યમાં પહેલીવાર કોરોનાના 4 હજારથી વધુ કેસ..... ગુરૂવારે નોંધાયા ઓલટાઈમ હાઈ 4 હજાર 21 નવા કેસ...તો, 2 હજાર 197 લોકો થયા સાજા....સુરત અને અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક....બંને શહેરોમાં નોંધાયા 1 જેટલા કોરોનાના કેસ....તો, સુરતમાં સૌથી વધુ 14 દર્દી સાથે કુલ 35 દર્દીઓએ ગુમાવ્યા જીવ....તો, એઈમ્સના ડીરેકટર રણદીપ ગુલેરીયાની ટીમ આવશે ગુજરાત.. 4---- કોરોનાના પ્રકોપ સામે વધારાઈ વધુ સતર્કતા.... નવસારીના વિજલપોરમાં આગામી ૩૦ એપ્રિલ સુધી શહેરમાં કોરોના કરફ્યૂ.. તો સુરતના મોરા ગામમાં પણ ગૂરુવારથી સાંજે 6 થી સવારે છ લાગ્યા સુધી સ્વયંભૂ બંધ પાળવાનો લેવાયો નિર્ણય... તો ડાંગ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો પર શરૂ કરાયું રસીકરણ અભિયાન... દીવમાં પણ યુદ્ધાના ધોરણે ચાલી રહી છે રસીકરણની કામગીરી, 45 થી 60 ઉપરના 7000 લોકોને અપાઈ વેક્સિન... 5--- કોરોનાં સંક્રમણના વધતા કેસને નિયંત્રણમાં લેવા માટે નાના શહેરોની હોસ્પિટલોની સુવિધા વ્યવસ્થામાં કરાયો વધારો... દાહોદમાં સનદી અધિકારીએ 70 જેટલાં ખાનગી હોસ્પિટલના તબીબો સાથે સંક્રમણની સ્થિતિમાં જરૂર પડે તો તૈયાર રહેવાનો કર્યો પરામર્શ... તો આણંદમાં આરોગ્ય વિભાગ દ્વારા 1500 બેડની સુવિધા સાથે હોસ્પિટલ કરાઈ તૈયાર.. તો વલસાડના કલેક્ટરે સરકારી હોસ્પિટલમાં1200 બેડની વ્યવસ્થાની આપી ખાતરી.. 6..-કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં મળી 24મી મંત્રી મંડળની ઉચ્ચસ્તરીય બેઠક.,.ડો. હર્ષવર્ધને કહ્યું છેલ્લા 24 કલાકમાં 36 લાખથી વધુ લોકોનું કરાયુ રસીકરણ... તો અત્યાર સુધીમાં 84 દેશોને મોકવામાં આવ્યો 6.45 કરોડ વેક્સિનનો ડોઝ... 7---. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના દેશમાં નોંધાયા 1 લાખ 32 હજાર 878 નવા કેસ, 802 દર્દીના થયા મૃત્યું.... સૌથી વધુ મહારાષ્ટ્રમાં નોંધાયા 56 હજાર 286 નવા કેસ.. તો છત્તિસગઢમાં પણ કોરોનાના કેસ 10 હજારને પાર... વધતા સંક્રમણના કેસને જોતા રાયપુરમાં 19 એપ્રિલ સુધી પૂર્ણ લોકડાઉન... તો પંજાબ, દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત યુપીના કેટલાક જિલ્લાઓમાં પણ લોકડાઉન અને રાત્રિ કર્ફ્યૂ... 8--પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં લેશે ભાગ.. બંને નેતા દ્વિપક્ષીય સંબંધો પર કરશે વિસ્તારથી ચર્ચા... હાલમાં જ નેધરલેન્ડમાં સંસદની ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદે માર્ક રૂટે ચૂંટાયા બાદ યોજાઈ રહ્યું છે આ સંમેલન... 9--- જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી વધુ એક મોટી સફળતા... અવંતીપોરાના ત્રાલમાં સુરક્ષાદળના જવાનોએ બે આતંકવાદીને કર્યા ઠાર.. તો શોંપિયામાં ચાલી રહેલી અથડામણમાં પણ સુરક્ષાદળોએ 2 આતંકવાદીને કર્યા ઠાર ...