Amit Shah inaugurates an Oxygen plant in Gandhinagar |Evening News|24-4-2021
Live TV
Amit Shah inaugurates an Oxygen plant in Gandhinagar |Evening News|24-4-2021
24-04-2021 | 8:40 pm
1... દેશ માં , કોરોના ની સ્થિતિ મુદ્દે ,વહીવટી તંત્ર યુદ્ધ સ્તરે લાગ્યુ ,કામે... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતા માં યોજાઈ , મહત્વ ની બેઠક.. . બેઠકમાં મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સંબંધિત ઉપકરણો નો પૂરવઠો વધારવા અંગે ,લેવાયા નિર્ણયો.. ઓક્સિજન ,અને ઓક્સિજન સંબંધિત ઉપકરણો પર , મૂળ કસ્ટમ ડ્યુટી અને આરોગ્ય સેસ , કરાયો માફ... તો સાથે જ , કોવિડ સંબંધિત રસીઓ ને મૂળ કસ્ટમ ડ્યુટી માંથી પણ , અપાઈ મુક્તિ... 2... મેડિકલ ઓક્સિજન ની અછત ધરાવતા રાજ્યો માં, તંત્ર પહોંચાડી રહ્યું છે ઓક્સિજન નો જથ્થો.. એર લિફ્ટ , અને ટ્રેન માર્ગ દ્વારા ,ઝડપ થી પહોંચે ,તે રીતે કરાયું આયોજન... વારાણસી, લખનઉ, નાગપુર , અને નાસિક પહોંચી , ઓક્સિજન એક્સપ્રેસ... 3... પ્રધાનમંત્રી એ, આ વર્ષે પણ , કોરોના સંક્રમણ, ગામ સુધી ન પહોંચવા દેવા , અને રસીકરણ અભિયાન ને , ગામડાઓ માં વેગવંતુ બનાવવા માટે, પંચાયતો ને કર્યુ આહવાન.. કહ્યુ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત , મફત માં, રાશન આપવા ની યોજના ને, ફરી થી કરાઈ છે , શરૂ.. જેના થકી, કોઈપણ પરિવાર, ન સૂઈ શકે ભૂખ્યું.. 4--- કોરોના ની કપરી સ્થિતિ માં , મધ્ય ગુજરાત માટે, સારા સમાચાર.. કેન્દ્રીય ગૃહમંત્રી, અમિત શાહે , આજે પોતાના સંસદીય વિસ્તાર, ગાંધીનગર ના , કોલવડા ની, ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ માં, P.S.A. ઓક્સિજન પ્લાન્ટનું કર્યુ લોકાર્પણ.... 300 લીટર પ્રતિ મિનિટ ની ક્ષમતા ધરાવે છે , ગાંધીનગર તેમજ અમદાવાદને સાંસદ અમિત શાહે આપી 2 દિવસમાં 2 મોટી જીવન રક્ષક ભેટ... 5... ગુજરાત ના , નાયબ મુખ્યમંત્રી , નીતિન પટેલ નો ,કોરોના રિપોર્ટ પોઝિટિવ,,.. નાયબમુખ્યમંત્રી એ, ટ્વીટ કરી ને આપી માહિતી.. ડોક્ટર ની સલાહ મુજબ.. યુ.એન.મહેતા માં , લઈ રહ્યાં છે , સારવાર.. 6--- રાજ્ય માં, શુક્રવારે નોંધાયા , કોરોના ના , નવા 13 હજાર 804 કેસ.. તો 142 દર્દીઓનાં થયા મોત.. 5 હજાર 618 લોકોએ , આપી કોરોનાને મ્હાત.. અમદાવાદમાં 5 હજાર 870, સુરતમાં 2 હજાર 817 કેસ.... ગાંધીનગર માં, વધી રહેલાં સંક્રમણ ને જોતાં , મેયરે 24 એપ્રિલ થી 2 મે સુધી સ્વૈચ્છીક લોકડાઉન માટે, નગરજનોને કરી અપીલ.... તો ગાંધીનગર જિલ્લા માં, તમામ જન સેવા કેન્દ્ર, 10 મે સુધી રહેશે, બંધ.. 7... દેશ માં , કોરોના ના કેસ માં , વિક્રમ જનક વધારો.. છેલ્લાં 24 કલાક માં, દેશમાં નોંધાયા 3 લાખ 46 હજાર 786 નવા કેસ.. તો 2 લાખ 19 હજારથી વધુ દર્દી થયા સાજા.... તો બીજી તરફ દેશમાં પૂરઝડપે ચાલી રહ્યું છે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન... દેશમાં અતિયાર સુધી 13 કરોડ 83 લાખથી વધુ વ્યક્તિઓને અપાઈ કોરોનાની વેક્સિન.. તો છેલ્લા 24 કલાકમાં 29 લાખથી વધુ લાભાર્થીઓને અપાઈ કોરોનાની રસી.. 8.. ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો.. ભર ઉનાળે વાતાવરણ બદલાતા પ્રસરી થોડી ઠંડક.. સૌરાષ્ટ્રના કેટલાક ગામમાં છવાયું વરસાદી વાતાવરણ.. પંચમહાલમાં ઝરમર વરસાદ તો બીજી તરફ અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં.. કમોસમી વરસાદથી ખેડૂતો મૂકાયા ચિંતામાં..