CBI files criminal case against Yes Bank founder Rana Kapoor l MORNING NEWS l 09-03-2020
09-03-2020 | 7:40 am
Share Now 1.CBIએ યસ બેંકના સંસ્થાપક રાણા કપુર અને કેટલાક અન્ય સામે અપરાધિક કેસ કર્યો દાખલ - 11 માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં મોકલાયા.
2.ઈટલીની યાત્રાથી આવેલા વધુ 5 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ 39 કેસ નોંધાયા-કેબિનેટ સચિવે કરી વર્તમાન સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા- ફ્રાન્સ, અમેરિકા અને સ્પેનમાં કોરોના વાયરસના વધતા કેસને લઈ સરકારે આ દેશમાંથી આવનારા યાત્રીઓ માટે એરપોર્ટ પર અલગથી એરોબ્રિજ બનાવવાનો કર્યો નિર્ણય.
3.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુપોષણને નાબૂદ કરવા અને જળસંરક્ષણમાં યોગદાન આપવા માટે મહિલાઓને કર્યો અનુરોધ-નારીશક્તિ પુરસ્કારથી સન્માનિત મહિલાઓ સાથે સંવાદમાં પ્રધાનમંત્રીએ કહ્યુ, નારીશક્તિ પુરસ્કારથી સન્માનિત મહિલાઓનું કામ બીજાઓ માટે પ્રેરણાદાયક.
4.મહિલા દિવસે અલગ અલગ ક્ષેત્રોમાં યોગદાન આપનાર 15 મહિલાઓનું કરાયું સન્માન- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે નારીશક્તિ એવોર્ડ આપી મહિલાઓને કરાઈ સન્માનિત.
5.આજે આસુરી શક્તિ પર ભક્તિના વિજયી સમા હોળીનું મહાપર્વ-હોલિકા દહનમાં પંચ દ્રવ્ય, ગુગળ, ગાયનું ઘી, સુકા લીમડાના પાન, સરસવ અને કપૂરની આહૂતિ આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જનતાને અનુરોધ - પંચ દ્રવ્યથી વાતાવરણમાં થાય છે શુદ્ધી.
6.રાજ્યમાં ગ્રીન ક્લીન એનર્જી ઉત્પાદનની દિશામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય-11 નગરપાલિકાઓના વોટર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવા રૂપિયા 13.61 કરોડ કર્યા મંજૂર-વાર્ષિક 2.94 કરોડની થશે વીજ બચત.
7.ભારતના ત્રણ બોક્સરોએ ટોકિયો ઓલંમ્પિકમાં બનાવી પોતાની જગ્યા-ઓમાનમાં ચાલી રહેલી એશિયન ઓલંમ્પિક ક્વોલિફાયમાં વિકાસ ક્રિષ્ણ, પૂજા રાની અને લવલીના બોરગોહેને ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને મેળવ્યો કોટા.
8.દક્ષિણ આફ્રિકા સામે વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત-શિખર ધવન, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારની ટીમમાં થઈ વાપસી-રોહિત શર્મા અને મોહમંદ શમી ઈજાને કારણે ટીમમાંથી બહાર-ત્રણ મેચોની વન ડે સીરિઝની પ્રથમ મેચ ગુરુવારે ધર્મશાલામાં રમાશે