1 સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી- રાજકોટ, પોરબંદર, વડોદરા, દ્વારકા માં રહેશે હળવો વરસાદ- 20 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીમાં પણ થશે વધારો 2.દારૂની ગેરકાયદેસર પ્રવૃતિને નાબૂત કરવા મહિસાગર પોલીસની અસરકારક કાર્યવાહી-બે દિવસમાં 15 લાખથી વધુ રૂપિયાના પરપ્રાંતિય દારૂ સાથે ચાર આરોપીની કરાઈ ધરપકડ 3. પૂર્વોત્તર માં બોડો સમસ્યાનું હંમેશા માટે થયુ સમાધાન- સમાધાન માટે કેન્દ્ર, રાજ્ય અને અસમના બોડો સમુહ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર-ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ, આ સમજોતો અસમ અને બોડો સમૂહના સોનેરી ભવિષ્યનો દસ્તાવેજ 4.ભારત-બ્રાઝીલ બિઝનેશ ફોરમમાં કેન્દ્રિય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું સંબોધન-કહ્યુ , 2025 સુધીમાં ભારત 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવાનુ લક્ષ્યકરશે પુરુ -બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સેનારોએ આ બિઝનેસ ફોરમને ઊર્જા ક્ષેત્રે વેપાર વધારવા પર મુક્યો ભાર. 5. એર ઇન્ડિયામાં 100 ટકા હિસ્સો વેચવાની નિવિદા કરાઈ જાહેર - સરકારે 17 માર્ચ સુધી અરજીઓ મંગાવી 6.ચીને કોરોના વાઇરસના ડંખને ડામવા માટે શરૂ કર્યા ઝડપી પ્રયાસો-મૃતકોની સંખ્યા 80 પર - બે હજાર સાતસોથી વધુ લોકો વાઇરસગ્રસ્ત-દુનિયાભરના એરપોર્ટ પર સુરક્ષા તપાસ વધુ કડક-કેનેડા અને લોંસ એન્જેલસમાં કોરોના વાઇરસના પ્રથમ કેસની પુષ્ટિ. 7.કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ શેરબજાર 458 અંકોનો કડાકો- સપ્તાહની શરૂઆત મોટા ઘટાડા સાથે- આઈટી, ઓટો, એફએમસીજી, ફાર્મા અને મેટલ સેક્ટરમાં જોવા મળેલી વેચવાલી - દિવસના અંકે સેન્સેક્સ458 અંક ઘટી 41 હજાર 155 અંકે જ્યારે નિફ્ટી પણ 129 અંક ઘટી 12 હજાર 119 અંકે થયો બંધ 8. વલસાડ જિલ્લાના ગાંધીવાદી ઉદ્યોગપતિ અને સમાજસેવક ગફુરભાઈ બિલખિયાની અને સુરતના યઝદી કરંજિયાની પારસી નાટકો દ્વારા કરેલી સમાજ સેવા બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થતા સરકારનો માન્યો આભાર-રાષ્ટ્રપ્રેમ સાથે મળેલા આ સન્માન બદલ વ્યક્ત કરી પોતાની ખુશી