Chandryaan 2 | Orbiter sent thermal image of vikram lander | PM Modi In Haryana | 4.00 PM
08-09-2019 | 7:04 pm
Share Now 1. અમદાવાદમાં સંસ્કારધામ ખાતે રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રિય મંત્રી કિરણ રજ્જુએ કરાવ્યો ખેલ મહાકુંભનો પ્રારંભ -કહ્યું ખેલાડીઓને કૌશલ્ય બતાવવા માટે સૌથી મોટું પ્લેટફોર્મ - તો મુખ્યમંત્રી રૂપાણીએ ફીટ ઇન્ડિયામાં ગુજરાત અગ્રેસર રહેવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ
2. અંબાજી ખાતે મુખ્યમંત્રી દ્વારા ભાદરવી પુનમના મહામેળાનો પ્રારંભ- માં અંબાના દર્શનાઅર્થે શ્રધ્ધાળુઓની ભારે ભીડ - દિવ્યાંગો અને અશક્ત લોકો માટે વિના મુલ્યે બસ સેવાનો પણ કરાવ્યો પ્રારંભ.
3. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘમહેર યથાવત્ત- ભાવનગરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ - ગીર સોમનાથ પણ પાણીથી છલોછલ- નર્મદા ડેમ 136.17 મીટરની ઐતિહાસિક સપાટીએ
4.ચંદ્રની સપાટી પર મળ્યું વિક્રમ લેન્ડરનું લોકેશન , ઓર્બિટરે મોકલી થર્મલ ઇમેજ, જો કે હજી લેન્ડર સાથેનો સંપર્ક નથી થઇ શક્યો પ્રસ્થાપિત.
5. પ્રધાનમંત્રી આજે હરિયાણા ના રોહતકની મુલાકાતે - અનેક વિકાસ પરિયોજનાઓનો કર્યો શિલાન્યાસ તથા બેટીબચાવો, બેટી પઢાઓ અભિયાનની સફળથા માટે કરી હરિયાણાની પ્રશંસા
6. સૂચના અને પ્રસારણ મંત્રી , પ્રકાશ જાવડેકરની મોદી સરકારની 100 દિવસની સિધ્ધીઓ અંગે પત્રકાર પરિષદ - કહ્યું પાંચ વર્ષમાં બનીશું પાંચ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી - સો દિવસમાં સરકારના ઐતિહાસિક નિર્ણયો અંગે આપી જાણકારી.
7. વરિષ્ઠ વકિલ રામ જેઠમલાણી નું 95 વર્ષની વયે નિધન - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ , પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી , અમિતશાહ તેમજ અગ્રણી નેતાઓએ પાઠવી શ્રધ્ધાંજલિ.