છેવાડાના માનવીની ચિંતા કરતી રાજ્ય સરકારનું , ઘરે ઘરે વીજળી પહોંચાડવાના મિશનનું ઉત્તમ ઉદાહરણ , છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ ગામ એવાં , બોરચાપડામાં જોવા મળ્યું છે. ડુંગરોની હારમાળા વચ્ચે વસેલા આ સુંદર ગામમાં , આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. ગામની સીમમાં આવેલા એક ખૂબ જ ઉંચા ડુંગર ઉપર દિનેશભાઈ રાઠવાનું એક માત્ર ઘર આવેલું છે. દૂરથી જોતા આ ઘર સુધી પહોંચવું , જાણે કે અશક્ય હોય તેમ લાગે છે. પરંતુ છેવાડાના આ ઘર સુધી પણ સંવેદનશીલ ગુજરાત સરકારે વીજળી પહોંચાડી છે. દિનેશભાઇના પરિવારને પાયાની સુવિધા એવી વીજળી મળતાં , આદિવાસી ગરીબ પરિવારનું જીવન ધોરણ , ઊંચું આવ્યું છે. છેવાડાના માનવીના ઘરને રોશન કરતી સરકારની નીતિથી , આ પરિવાર ખૂબ જ ખુશ છે.