Citizenship Amendment Bill | Cabinet Meet | Samachar @ 4.00 PM
04-12-2019 | 5:53 pm
Share Now 1.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક-વિધાનસભાના સત્ર, મહિલાઓની સુરક્ષા, ખેડૂતોને પાક વીમાને રકમ ઝડપથી મળે સહિતના મહત્વના મુદ્દે ચર્ચા થવાની સંભાવના.
2.સઘન મિશન ઈન્દ્રધનુષ 2.0 દ્રીતિયનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી /- બાળકોને રસીના ટીંપા પીવડાવી સઘન મિશન ઈન્દ્રધનુષ બે ની કરાઈ શરૂઆત.
3.રાજ્યમાં વધ્યો ઠંડીનો પ્રકોપ- નલિયામાં ડિસેમ્બરની શરૂઆતમાં જ 11.5 ડિગ્રી, જ્યારે બનાસકાંઠાના ડીસામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું - અમદાવાદ અને ગાંધીનગરમાં 19.2 ડિગ્રી નોંધાયું તાપમાન -તો અમરેલી જિલ્લાના તમામ બંદરો પર લગાવાયું એક નંબરનું સિગ્નલ- માછીમારોને દરિયો ન ખેડવા સુચના.
4.રાજ્યમાં ખરીફ ઋતુમાં પડેલ માવઠાંથી નુકસાન પામેલ ખેડૂતોને રાહત.સરકાર તરફથી કૃષિ રાહત પેકેજ આપવાનો નિર્ણય કરાતાં મહીસાગરના ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ.
5.કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા બે મોટા નિર્ણય- નાગરિક્તા સંશોધન બિલ પર કેન્દ્રીય મંત્રીમંડળે મારી મંજૂરીની મહોર - લોકસભા અને વિધાનસભાઓના SC ST અનામતને વિસ્તાર કરવાના પ્રસ્તાવને પણ અપાઈ મંજૂરી - પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી પ્રકાસ જાવડેકરે આપી માહિતી.
6.રાજ્યસભામાં આજે દિલ્લીની ગેરકાયદે કોલોનિયો સંબંધિત બિલ પર થશે ચર્ચા- તો લોકસભામાં અનુદાનોની અનુપુરક માગો પર કરવામાં આવશે વિચાર - આંતરરાષ્ટ્રીય નાણાંકિય સેવા કેન્દ્ર પ્રાધિકરણ બિલ 2019 પર પણ થશે ચર્ચા- ખેડૂતોને થયેલા નુક્સાન પર પણ લોકસભામાં થઈ શકે છે વિચાર.
7.INX મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને મળ્યા જામીન- સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમ દેશ ન છોડવા, પુરાવાને પ્રભાવિત ન કરવા અને આ કેસમાં નિવેદનબાજી ન કરવા આપી સુચના - ચિદમ્બરમનો જેલમાંથી બહાર આવવાનો રસ્તો થયો સાફ - CBI સાથે જોડાયેલા કેસમાં પહેલા જ મળી ચુક્યા છે જામીન.
8.રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી સાહસિક જવાનોને આપી નૌસેના દિવસની શુભકામનાઓ-સમુદ્રી સરહદો, વ્યાપારિક માર્ગોની સુરક્ષા અને નાગરિકો માટે સંકટની સ્થિતિમાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપનારા નેવીના જવાનોને બિરદાવ્યા-નેવી ચીફ એડમિરલ કરમબિરસિંહે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ કરી અર્પણ.