Coronavirus latest updates: 218 Indians evacuated from Italy | Mid Day News | 15-03-2020
15-03-2020 | 12:40 pm
Share Now 1. સાર્ક દેશો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે સંવાદ - સાર્ક ક્ષેત્રમાં કોરોના વાયરસ સામે લડવાની રણનીતિ પર થશે વિચાર વિમર્શ - પી.એમ. મોદીને આશા છે કે, સાર્ક દેશોના એક સાથે આવવાથી કોરોનાના પ્રકોપ સામે લડવા માટેની મજબુત રણનીતિ થશે તૈયાર
2. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 93 થઈ - 93 લોકોમાં 76 ભારતીય અને 17 વિદેશીઓનો સમાવેશ - નવ લોકોના સ્વાસ્થ્યમાં થયો સુધારો
3. કોરોનાના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોની સરકાર સતત કરી રહી છે મદદ - ઇરાનમાં ફસાયેલા 234 ભારતીયો નવી દિલ્હી પહોંચ્યા - તો આ તરફ ઇટલીથી 218 લોકોને લઈને આવેલ વિમાન દિલ્હી પહોંચ્યું
4. વિશ્વભરમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 5300 ને પાર થયા બાદ અનેક દેશોએ પોતાની બોર્ડરને કરી સીલ - અમેરિકાના રાષ્ટ્રપતિનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ - સ્પેનના પ્રધાનમંત્રીની પત્નીમાં કોરોનાના સંક્રમણની થઈ પુષ્ટિ - ઇટલીમાં એક દિવસમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 14 ટકાનો વધારો - ચાર આફ્રિકાના દેશોમાં કોરોના વાયરસના મામલાની થઈ પુષ્ટિ
5. ગુજરાતમાં ,૭૭ શંકાસ્પદ કેસમાંથી ,૭૨ નેગેટીવ અને પાંચના રિપોર્ટ બાકી.રા્જયમાં આઇસોલેશન માટે ,૫૭૨ બેડ અને ૨૦૪ વેન્ટિલેટરની સુવિધા.સરકાર દ્વારા સામાજિક મેળાવડાઓ ન યોજવા કરાઇ અપીલ.
6. નક્કી કરેલ કાર્યક્રમ પ્રમાણે જ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 નું થશે આયોજન - જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ કહ્યું કે, નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જુલાઈ મહિનામાં થશે ટોક્યો ઓલિમ્પિક્સ 2020
7. મધ્યપ્રદેશમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલે કમલનાથ સરકારનો ફ્લોર ટેસ્ટ કરાવવાનો આપ્યો આદેશ - આવતીકાલે મધ્યપ્રદેશ સરકારનું ભવિષ્ય નક્કી થશે