Coronavirus Outbreak | India Fights Covid-19 | Mid Day News | 18-03-2020
18-03-2020 | 12:50 pm
Share Now 1.કોરોના વાયરસ સામે લડવા અને રાજ્ય સરકારોની મદદ માટે કેન્દ્ર સરકારે 30 એડિશનલ સચિવ, અને સંયુક્ત સચિવને કર્યા તૈનાત - દેશમાં 25 વિદેશી નાગરિકો સહિત કોરોના કુલ 147 કેસ - અત્યાર સુધી ત્રણ લોકોના મોત - 14 લોકો સંક્રમણથી થયા મુક્ત- જમ્મુ કશ્મીરમાં વિદેશી સહેલાણીઓ પર રોક.
2.સંસદ ભવનમાં સાંસદોનું પણ થર્મલ સ્કીનિંગ થયું શરૂ - રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ પણ કરાવ્યું સ્કીનિંગ- કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોમાં પ્રવેશ દ્વાર પર થર્મલ સ્કેનર લગાવવી આપવામાં આવી સલાહ.
3.વિશ્વભરમાં કોરોના વાયરસ સામે લડવાના પ્રયાસો ચાલુ - મૃત્યુઆંક વધીને 8 હજારની નજીક- અમેરિકામાં મૃત્યુઆંક થયો 100 - ઈટલીમાં મૃતકોનો આંકડો 2500ને પાર - યુરોપિયન સંઘ સ્પેન, કોલંબિયા, મલેશિયા અને કેનેડાએ પોતાની બોર્ડર કરી સીલ.
4.જમ્મુ કશ્મીરના ઉલ્લેખવાળા ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનને ભારતે ફગાવ્યું- જમ્મુ કશ્મીરને ગણાવ્યું ભારતનો આંતરિક મામલો - ભારતે ચીન, પાકિસ્તાન ઈકોનોમિક્સ કોરિડોર સંબંધિત પ્રોજેક્ટને લઈ વ્યક્ત કર્યો વિરોધ.
5.સુપ્રીમ કોર્ટ આજે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા દાખલ કરાયેલી અરજી પર કરશે સુનાવણી - ફ્લોર ટેસ્ટ કરાવવા અને બહૂમતિ સાબિત કરવાની અરજીમાં કરાઈ છે માગણી - ભાજપે રાજ્યપાલ સાથે કરી મુલાકાત.
6. સોશ્યલ મિડિયાના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પ્રજાજોગસંદેશ- કોરોના વાયરસથી બચવા માટે જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા કર્યો અનુરોધ - સરકારની જાગૃતિ અને લોકોના સહકારથી જ રાજ્યમાં કોરોનાનો એક પણ કેસ નહિં
7. આરોગ્યવિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યુ, કોરોના સામે અગમચેતીના પગલાં સ્વરૂપે સ્ટેટ ટ્રાન્સપોર્ટ, AMTSનું કરાશે રેગ્યુલર ક્લીનીંગ- ટ્રાફિક ઓછો થાય તે માટે થઈ રહ્યા છે પ્રયાસ- 104 ફીવર હેલ્પલાઈનને મળ્યો સારો પ્રતિસાદ.
8.ગુજરાતની તમામ 389 કોર્ટ 31મી માર્ચ સુધી માત્ર અરજન્ટ કેસો જ સાંભળશે - હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો આદેશ - પક્ષકારોને કોર્ટ સંકુલની મુલાકાત ન લેવા તાકીદ - કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગ રૂપ લેવામાં આવ્યો નિર્ણય.