Covid-19 Positive cases in India rise to 40 | Samachar 11.00 AM | 09-03-2020
09-03-2020 | 10:52 am
Share Now 1.ઈટલીની યાત્રાથી આવેલા વધુ 6 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ 40 કેસ નોંધાયા-કેબિનેટ સચિવે કરી વર્તમાન સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા- ફ્રાન્સ, અમેરિકા અને સ્પેનમાં કોરોના વાયરસના વધતા કેસને લઈ સરકારે આ દેશમાંથી આવનારા યાત્રીઓ માટે એરપોર્ટ પર અલગથી એરોબ્રિજ બનાવવાનો કર્યો નિર્ણય.
2.કોવિડ 19ના ખૌફને કારણે શેરબજારમાં મંદીનો માહોલ યથાવત-શરૂઆતી વેપારમાં BSE સેન્સેક્સ 1400થી વધુ જ્યારે નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો.
3.કાશ્મીરના શોપિયામાં આવેલા ખ્વાજાપુરા રેબિન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ-એક આતંકી ઠાર-બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા-આતંકીઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાં શોધખોળ અભિયાન ચાલુ.
4.CBIએ યસ બેંકના સંસ્થાપક રાણા કપુર અને કેટલાક અન્ય સામે અપરાધિક કેસ કર્યો દાખલ-11 માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં મોકલાયા.
5.આજે આસુરી શક્તિ પર ભક્તિના વિજયી સમા હોળીનું મહાપર્વ-હોલિકા દહનમાં પંચ ગવ્ય, ગુગળ, ગાયનું ઘી, સુકા લીમડાના પાન, સરસવ અને કપૂરની આહૂતિ આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જનતાને અનુરોધ-પંચ ગવ્યથી વાતાવરણમાં થાય છે શુદ્ધી.
6.આજે ફાગણી પૂનમે ડાકોરમાં ભગવાન રણછોડરાયના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર-ડાકોર જતા માર્ગો પર ગૂંજ્યો જય રણછોડ, માખણ ચોરનો નાદ-તો દ્વારકામાં પણ ફુલડોલ ઉત્સવની તડામાર તૈયારીઓ-મોટી સંખ્યામાં ભક્તો કરશે ભગવાન દ્વારિકાધિશના દર્શન-દ્વારકા જતા માર્ગો પર શરૂ થયા ઠેર ઠેર સેવા કેમ્પ.
7.ભારતના ત્રણ બોક્સરોએ ટોકિયો ઓલંમ્પિકમાં બનાવી પોતાની જગ્યા-ઓમાનમાં ચાલી રહેલી એશિયન ઓલંમ્પિક ક્વોલિફાયમાં વિકાસ ક્રિષ્ણ, પૂજા રાની અને લવલીના બોરગોહેને ક્વાટર ફાઈનલ મેચ જીતીને મેળવ્યો કોટા.
8.દક્ષિણ આફ્રિકા સામે વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત-શિખર ધવન, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારની ટીમમાં થઈ વાપસી-રોહિત શર્મા અને મોહમંદ શમી ઈજાને કારણે ટીમમાંથી બહાર-ત્રણ મેચોની વન ડે સીરિઝની પ્રથમ મેચ ગુરુવારે ધર્મશાલામાં રમાશે.