Covid-19 recovery rate in India at 63 pc,mortality rate at 2.72 pc : Harsh Vardhan | Mid Day News | 12-07-2020
Live TV
Covid-19 recovery rate in India at 63 pc,mortality rate at 2.72 pc : Harsh Vardhan | Mid Day News | 12-07-2020
12-07-2020 | 1:08 pm
1... રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કુલ 872 કેસ - સૌથી વધુ સુરતમાં 270 કેસ - જ્યારે અમદાવાદમાં 175 , વડોદરામાં 72 , ભાવનગરમાં 49 અને રાજકોટમાં નોંધાયા 41 કેસ - 502 દર્દીઓને અપાઈ રજા - રાજ્યમાં 10 દર્દીઓના થયા મૃત્યુ
2... રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા તંત્રએ હાથ ધર્યા સઘન પગલાં - --મહેસાણામાં રવિવારે ફેરિયા બજાર રહેશે બંધ-- વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ મુકતા જિલ્લા કલેક્ટર--ગઈકાલ સાંજ પછી જૂનાગઢમાં 41, સુરેન્દ્રનગરમાં 20 તો ગીર સોમનાથમાં નોંધાયા નવા 6 કેસ-
3... ભારતમાં કોરોનાનો રિકવરી રેટ વધીને થયો 63 ટકા - 2 લાખ 92 હજાર 258 કોરોનાના સક્રિય કેસ...મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક થયો 10 હજારને પાર--ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોવિડ-19ના દર્દીઓ માટે ઇમરજન્સીમાં ITOLIZUMAB ઇન્જેક્શનને આપી મંજૂરી -બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ -
4... અમદાવાદમાં કોરોનાની મહામારી સામે લડવામાં ધનવંતરી રથ ને મળેલી મોટી સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અન્ય રાજ્યોમાં પણ તેના ઉપયોગ માટે કર્યુ સૂચન - પ્રધાનમંત્રીએ દિલ્હીમાં મહામારીને રોકવા લેવાયેલા અસરકારક પગલાની પણ કરી પ્રશંસા...
5... કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદસિંહ પટેલે યાત્રાધામ પાવાગઢની લીધી મુલાકાત... માતાજીના દર્શન કર્યા બાદ પાવાગઢ પર્વત અને આસપાસનાં ઐતિહાસિક સ્મારકોની જાળવણી અને પ્રવાસીઓ માટે તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ... લકુલીશ મંદિરનું દસ્તાવેજીકરણ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવા આપ્યો નિર્દેશ..
6... કોરોના સંકટ વચ્ચે પશુપાલકો માટે રાહતના સમાચાર - રાજકોટ જિલ્લા દૂઘ ઉત્પાદક સંધ દ્વારા પ્રતિ કિલો ફેટે ખરીદીના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરતાં દૂધ ઉત્પાદકોને મહિને મળશે વધુ દોઢ કરોડ જેટલી આવક
7... દેશભરમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધતા રાજકોટના એક ઉદ્યોગપતિએ ફૂડ ગ્રેડ સર્ટીફાઇડ સ્વદેશી રમકડા બનાવવાનું કર્યુ શરૂ - 160 પ્રકારના જુદા જુદા રમકડા બનાવી ગ્રામ્ય વિસ્તારની 700 જેટલી બહેનોને રોજગારી આપી બનાવ્યા આત્મનિર્ભર- ચીનની સરખામણીએ આ રમકડાના ભાવ 15 ટકા ઓછા
8... કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુરુગ્રામમાં સીઆરપીએફ કેમ્પસમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં લીધો ભાગ - ગૃહમંત્રીએ કહ્યું સમગ્ર દુનિયા જોઈ રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોવિડ 19 સામે કેવી રીત લડી રહ્યો છે ભારત દેશ- આપણા જવાનો પણ કોવિડ 19 સામેના અભિયાનમાં નથી પાછળ
9... વિદેશમંત્રી એસ . જયશંકરે કહ્યું ભારત અને ચીન દ્વારા LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડવાની પ્રક્રિયા શરૂ - વિદેશમંત્રીએ ઇન્ડિયા ગ્લોબલ વીકમાં કહ્યું કોવિડ 19 પર કાબુ મેળવવા ભારતે અપનાવેલી બહુ-આયામી નીતિથી, મૃ્ત્યુદર પર અંકુશમાં મેળવવામાં મળી છે સફળતા...