Covid-19 : Today's new cases - Daman 14, Junagadh 11, Surendranagar 10, Dwarka 8 | Mid Day News | 08-07-2020
08-07-2020 | 12:59 pm
Share Now 1. રાજ્યમાં મોટા શહેરોની સાથે નાના શહેરોમાં નથી થમી રહ્યો કોરોનાનો કેર- દમણમાં નોંધાયા નવા 14 કેસ અને પહેલુ મોત,કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે 14 કેસ અને કોરોનાને કારણે થયું પહેલું મોત---જુનાગઢમાં 11, સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦ તો દ્વારકામાં 8 કેસ આવ્યાં સામે... મોરબીમાં અત્યારસુધી થયા 4 મૃત્યુ
2... રાજ્યમાં નથી થંભી રહ્યો કોરોના નો કેર - ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં , કોરોના વાયરસના 778 કેસ નોંધાયા - સુરતમાં સૌથી વધુ 249 કેસ નોંધાયા - અમદાવાદમાં 187, વડોદરામાં 68 , જ્યારે રાજકોટમાં 40 કેસ નોંધાયા - 24 કલાકમાં 421 દર્દીઓ , સારવાર બાદ થયા સ્વસ્થ - 17 લોકોના થયા મૃત્યુ....
3. કોરોના સંક્રમણન નીતિન પટેલ
4. ભારતમાં 24 કલાકમાં નોંધાયા 23 હજાર 135 થી વધુ કેસ- 16,849 થી વધુ લોકો થયા સાજા- 479 લોકોના થયા મોત - મહારાષ્ટ્રમાં 5 હજારથી વધુ તો દિલ્હીમાં 2008 તો તમિલનાડુમાં 24 કલાકમાં નોંધાયા 3616 નવા કેસ- રાષ્ટ્રીય રિકવરી રેટ થયો 61.5 ટકાને પાર
5. દુનિયાભરમાં કોવિડ -19ના સંક્રમણનો આંકડો થયો 1 કરોડ 17 લાખને પાર -- બ્રાઝિલના રાષ્ટ્રપતિનો કોરોના રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ- તો WHOએ હવાથી કોરોના વાયરસ ફેલાવાના પૂરાવાઓને આપી સ્વીકૃતિ
6... સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં , હજુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી - અત્યાર સુધીમાં 251 તાલુકામાં વરસાદ - 4 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ - 25 ડેમ હાઈ એલર્ટ પર - એનડીઆરએફની 9 ટીમો કાર્યરત - મુન્દ્રા-માંડવીને જોડતો વાયા શીરાચા હાઈવે કરાયો બંધ
7. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક-- ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ- સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ અને લોકડાઉન બાદ ધીમી પડેલી અર્થવ્યવસ્થા ફરી વેગ પકડે તે મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના
8... આતંકવાદ મુદ્દે ભારતે ફરી એકવાર , પાકિસ્તાનને પાડ્યું ખુલ્લુ - કહ્યું પાકિસ્તાને કોરોનાથી સર્જાયેલી સ્થિતિનો ઉઠાવ્યો ગેરલાભ - ભારતમાં આતંકવાદી ઘુસણખોરીને આપ્યું પ્રોત્સાહન- UNOCTના વર્ચ્યુઅલ સંમેલનમાં ભારતે ,, પાકિસ્તાન પર ખોટા અને દુર્ભાવનાપૂર્ણ અભિયાન ચલાવવાનો , લગાવ્યો આરોપ...
9. .. મહિસાગર જિલ્લાના નવા ઊંડાવા ગામમાં યુવાનની કોરોના કાળમાં પ્રશંસનીય કામગીરી- ગામના અનેક ઘરોમાં ટીવી કે સ્માર્ટ ફોન ના હોવાથી ઓનલાઈન અભ્યાસથી વંચિત બાળકો માટે ઘરમાં શરૂ કરાવ્યો અભ્યાસ - તમામ નિયમોનું કરે છે પાલન- વાલીઓ અને બાળકોને થઇ રાહત