COVID19: Human clinical trial of COVAXIN to begin in AIIMS, Delhi from Today | Morning News | 20-07-2020
20-07-2020 | 8:10 am
Share Now 1....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી સાત રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત- કોવિડ 19 અને પૂરની સ્થિતિની કરી સમીક્ષા- પ્રધાનમંત્રીએ રાજ્યોને શક્ય તમામ મદદનું આપ્યું આશ્વાસન
2. રાજસ્થાન હાઈકોર્ટ આજે વિધાનસભા અધ્યક્ષ દ્વારા સચિન પાયલટ જૂથ વિરુદ્ધ બહાર પડાયેલી નોટિસ પર કરશે સુનાવણી---સ્પીકરની કાર્યવાહી પર નિર્ણય આવવાની છે આશા - મુખ્યમંત્રી અશોક ગહેલોતે 109 ધારાસભ્યોના સમર્થનનો કર્યો દાવો -ભાજપે આ મામલામાં પાર્ટીને બિનજરૂરી રીતે સંડોવવાના લગાવ્યો આરોપ
3. દિલ્હી સ્થિત એઇમ્સમાં આજથી શરૂ થશે કોવેક્સીનનું માનવ પરીક્ષણ - 18થી લઈ 55 વર્ષની વયજૂથના 100 લોકો પર કરવામાં આવશે પરીક્ષણ- આ પરીક્ષણ માટે કોરોના પ્રભાવિત ન હોય તેવા, સ્વસ્થ વ્યક્તિની જ કરાશે પસંદગી
4... દેશમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 40 હજારથી વધુ નવા કેસ - રેકોર્ડ 23 હજાર 672 લોકો થયા સ્વસ્થ - મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં સ્થિતિ ચિંતાજનક - આસામ સરકારે સોમવારથી ગુવાહાટીમાં તમામ છૂટ આપવાની કરી જાહેરાત -
5... રાજ્યમાં કોરોના સંક્રમણના ગત છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 965 કેસ - 877 લોકોએ આપી કોરોનાને મ્હાત - 20 દર્દીના મોત - સુરતમાં નોંધાયા નવા 285 કેસ - તો, અમદાવાદમાં 212 ,વડોદરામાં 79, ભાવનગરમાં 35, રાજકોટમાં 29 , ભરૂચમાં 27, બનાસકાંઠામાં 21 નોંધાયા નવા કેસ - કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 20 જયારે સેલવાસમાં નોંધાયા નવા 15 કેસ
6... રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને લઇને કચ્છમાં જથ્થાબંધ બજાર 12 દિવસ સુધી 3 વાગ્યા પછી થશે બંધ - અમીરગઢના ઈક્બાલગઢમાં લોકોએ સ્વયંભૂ પાળ્યો બંધ - મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આંશિક લોકડાઉનની માંગ
7... જૂનાગઢના માણાવદર વન વિભાગે વન્ય પ્રાણીઓનો શિકાર કરતી ગેંગ ઝડપી પાડી - તમામ આઠ આરોપીઓ માણાવદરના સ્થાનિક - અદાલતે આપ્યા બે દિવસના રીમાન્ડ - તો, પાટણના સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વન્યપ્રાણીનો શિકાર કરતા ત્રણ આરોપીની પોલીસે કરી અટકાયત
8... રાજકોટમાં પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાના બહાને પોસ્ટ ઓફિસના જ કર્મીનું રૂપિયા 75 લાખનું કૌભાંડ ઝડપી પડતી ક્રાઇમ બ્રાન્ચ - આરોપીએ 50 લોકોને નોકરીની લાલચ આપી રૂપિયા 75 લાખની કરી છેતરપિંડી - નકલી ઓર્ડર, ડોક્યુમેન્ટ અને 1 લાખ રૂપિયા રોકડા પોલીસે કર્યા કબ્જે