DCGI approves restricted emergency use of Covishield & Covaxin| Mid Day News| 03-1-2021
Live TV
DCGI approves restricted emergency use of Covishield & Covaxin| Mid Day News| 03-1-2021
03-01-2021 | 1:50 pm
1---સ્વદેશી વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિનને આપાતકાલીન ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ આપી મંજૂરી....બે તબક્કામાં અપાશે કોવિશીલ્ડ અને કોવેક્સિનની રસી....બે
વેક્સિનને એકસાથે મંજૂરી આપનાર ભારત બન્યો પ્રથમ દેશ...DCGIએ કહ્યું, બંને વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત....
2---પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિશીલ્ડ અને કોવેક્સિનના મંજૂરી પર વૈજ્ઞાનિકો સહિત દેશવાસીઓને પાઠવી શુભેચ્છા...પ્રધાનમંત્રીએ ટવીટ કરીને કહ્યું કે, બંને વેક્સિનને મંજૂરી મળતા કોવિડ-19
સામેની લડાઈ હવે નિર્ણાયક મોડમાં...બંને વેક્સિન સ્વદેશી હોવાથી દરેક ભારતીય માટે ગર્વની વાત....
3---કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કલચર અને આઈસોલેટ કરવામાં ભારતને મળી સફળતા...એન.આઈ.બી પુણે બન્યું વિશ્વનું પ્રથમ સંસ્થાન...દેશમાં નવા સ્ટ્રેનના 29 કેસ અત્યારસુધી આવ્યા
સામે...
4--સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના કોરોના વેકસિનના નિવેદનની ભાજપે કરી આલોચના....ભાજપે અખિલેશ યાદવના નિવેદનને ગણાવ્યું બેજવાબદારીભર્યું...
5---દેશમાં કોરોનાના કેસને લઈ રાહતના સમાચાર...છેલ્લાં 24 કલાકમાં 18 હજાર 177 નવા કેસ .. તો 20 હજાર દર્દીઓ થયા સ્વસ્થ...સક્રીય કેસની સંખ્યા અઢી લાખથી નીચે .... દુનિયાભરમાં
કોરોના સંક્રમણના કેસ થયા સાડા આઠ કરોડ...અમેરિકામાં બે લાખથી વધુ નોંધાયા નવા કેસ...રશિયામાં આઠ લાખથી વધુ લોકોને અપાઈ વેક્સિન...
6---રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો...શનિવારના રોજ નોંધાયા 741 કોરોનાના કેસ...પાંચ દર્દીઓના મૃત્યુ..તો 922 દર્દીઓ થયા ડિસ્ચાર્જ....મોટાભાગના શહેરોમાં નવા કેસની સરખામણીમાં
ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધુ...
7---મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉનાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો કરાવ્યો પ્રારંભ....મુખ્યમંત્રીએ કહ્યું, વિવિધ યોજનાઓ થકી રાજ્ય સરકારે ગામડાઓના અંધારા ઉલેચવાનું કર્યું
કામ...બંને સ્વદેશી વેકસીનને મંજૂરી મળતાં સીએમે કહ્યું, ગુજરાતને વેકસીન મળતાં જ રસીકરણની કામગીરી ધરાશે હાથ...
8---રાજકોટ ખાતે શરૂ થનારી એઈમ્સનું કામકાજ બંધ થવા અંગે ચાલી રહેલી અફવાઓ પાયાવિહોણી...એઈમ્સના ઉપનિર્દેશક શ્રમદીપ સિંહા કહ્યું, એઈમ્સની કામગીરી પૂરજોશમાં ચાલુ...2022
સુધીમાં કાર્યરત થશે રાજકોટ એઈમ્સ..
9---રાજ્યમાં કોરોનાની પરસ્થિતિ વચ્ચે સૌપ્રથમવખત G.P.S.C દ્વારા P.Iની પ્રિલિમરી ઓફલાઈન પરીક્ષાનું કરાયું આયોજન.... 33 જિલ્લાના 40 કેન્દ્રો પર એક લાખ 47 હજારથી વધુ ઉમેદવારોએ
આપી પરીક્ષા...ગાંધીનગર સહિત વિવિધ જિલ્લામાં સરકારની ગાઈડલાઈન મુજબ લેવાઈ પરીક્ષા....
10---દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ...હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી દિલ્હી-એનસીઆરમાં વરસાદની કરી આગાહી...તો, રાજ્યમાં પણ ગગડ્યો
તાપમાનનો પારો...કેશોદમાં રાજ્યનું સૌથી ઓછુ 6..4 ડિગ્રી તાપમાન નોંધાયુ...તો નલીયાનું તાપમાન 6.7 ડિગ્રી પર પહોંચ્યુ...