Decision to be taken on Lord Jagannath's rathyatra in Ahmedabad: Minister of State for Home Affairs|
Live TV
Decision to be taken on Lord Jagannath's rathyatra in Ahmedabad: Minister of State for Home Affairs|
11-06-2021 | 1:07 pm
1...કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે લેવાશે નિર્ણય....જગન્નાથ મંદિરના દર્શન માટે પહોંચેલા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન....નિયત પ્રોટોકોલ મુજબ યોજાશે જળયાત્રા....તો, ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના પણ કર્યા દર્શન..
2....આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ સંગઠનની મળી બેઠક....ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રુપાણી બેઠકમાં રહ્યા ઉપસ્થિત....કોરોનાની બીજી લહેરમાં સરકાર અને સંગઠનની કામગીરી તેમજ લોકહિતના કાર્યોની થશે સમીક્ષા
3....પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના અનાજનું આજથી વિનામૂલ્યે વિતરણ...જૂન 2021માં રાહતદરના નિયમિત જથ્થા ઉપરાંત વ્યક્તિદીઠ અપાશે વિનામૂલ્યે સાડા પાંચ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા....રાજ્યમાં NFSA રેશનકાર્ડ ધારકોની 3.47 કરોડ વસતીને મળશે લાભ....
4......કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે આજથી ગુજરાત અનલોક....આજથી ધંધા-રોજગાર સાંજે 7 વાગ્યા સુધી રહેશે ખુલ્લા....તો હોટલ-રેસ્ટોરન્ટ,લાયબ્રેરી, જીમમાં સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50 ટકા ગ્રાહકો સાથે કરી શકાશે શરુ.....26 જૂન સુધી છુટછાટ રહેશે અમલી...
5...બે મહિના બાદ આજથી તમામ ધાર્મિક સ્થળો દર્શનાર્થીઓ માટે ખુલ્યા....સોમનાથ, દ્વારકા, ડાકોર, ચોટીલા, શામળાજી અને પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળો પર SOPના પાલન સાથે દર્શનની વ્યવસ્થા....સુપ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખુલતા હરિભક્તોમાં આનંદ...સોમનાથ અને દ્વારકામાં ઉમટ્યા ભક્તો....
6....દેશમાં સતત 4 દિવસથી દૈનિક કેસ એક લાખથી પણ ઓછા...છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 91 હજાર 702 કેસ...તો, 3 હજાર 403 દર્દીઓના થયા મૃત્યુ...દેશભરમાં અત્યાર સુધી 24 કરોડ 60 લાખ 85 હજારથી વધુ લોકોનું કરાયું રસીકરણ...તો, કોવિન વેબસાઈટ હેક થઈ હોવાની વાત આરોગ્ય મંત્રાલયે ગણાવી અફવા.....
7... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 આઉટરીચ શિખર સંમેલનમાં વર્ચ્યુઅલી લેશે ભાગ... 12 અને 13 જૂને થશે શિખર સંમેલનનું આયોજન...બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનને પ્રધાનમંત્રીને આપ્યું નિમંત્રણ... વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી...
8....વિદેશમંત્રી એસ.જયશંકરે કુવૈતના વિદેશમંત્રી શેખ અહમદ નાસિર અલ-મોહમ્મદ અદલ-સબા સાથે કરી મુલાકાત.....બન્ને નેતાઓ વચ્ચે આરોગ્ય, ખાદ્ય, શિક્ષણ,ઉર્જા અને વેપાર સહયોગ સહિતના મુદ્દાઓ પર થઈ સકારાત્મક ચર્ચા.....કુવૈતમાં ભારતીય કામદારોને વધુ કાયદાકીય સુરક્ષા મળે તે માટેના એક MOU પર થયા હસ્તાક્ષર...
9....BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે કરી ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત......શિખર ધવનની કેપ્તાનીમાં રમાશે ટી-ટ્વેન્ટી અને વન ડે શ્રેણી.....ટીમમાં 6 યુવા ખેલાડીઓને મળ્યું સ્થાન....તો આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા મૂળ ભાવનગરના ચેતન સાકરિયાને પણ મળ્યું સ્થાન...13 જુલાઈથી શરુ થશે વન ડે શ્રેણી.....