Defence Minister Rajnath Singh arrives in Ladakh, Will review border security | Morning News | 17-07-2020
17-07-2020 | 8:45 am
Share Now 1. સુરતમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ બે દિવસીય સુરત અને અમદાવાદની મુલાકાતે.ટીમમાં એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા , ડો. વિનય પોલ અને ડો. બલરામ ભાર્ગવનો સમાવેશ. આજે સાંજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કરશે બેઠક
2. સુરતમાં ગત છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણના નોંધાયા વધુ 265 કેસ. સ્વૈચ્છીક આંશિક લોકડાઉનના અમલથી, સફળતા મળતા, કોરોનાની ચેઇનને તોડવા સુરત મહાનગર પાલિકા દ્વારા વેપારીઓ અને સ્થાનિક લોકોને આજથી 23 જુલાઇ સુધી સ્વૈચ્છીક લોકડાઉનની કરવામા આવી અપીલ. હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ પહેલાથી જ છે બંધ.
3. રાજ્યમાં કોરોનાને લઇને ચિંતાનો માહોલ - છેલ્લા 24 કલાકમાં 919 કેસ નોંધાયા - સૌથી વધારે સુરતમાં 265 કેસ, જ્યારે અમદાવાદમાં 181, વડોદરામાં 74 તો ભાવનગરમાં 50 કેસ અને સુરે્ન્દ્રનગરમાં નોંધાયા 29 કેસ --જોકે મરણનો આંક 10 રહેતા રાહત - ધનવંતરી રથના પ્રોજેકટથી કોરોનાની સ્થિતી અમદાવાદમાં કાબુમાં
4. દેશમાં કોરોનાનો વધતો વ્યાપ-અત્યાર સુધીના સૌથી વધુ 32 હજાર નવા કેસ-એક દિવસમાં મોતનો આંકડો 600ને પાર-તો 20 હજારથી વધુ લોકો થયા સ્વસ્થ-દેશમાં રીકવરી રેટ વધીને થયો 63.23 ટકા-બિહારમાં 15 દિવસનું જ્યારે બેંગાલુરુમાં 7 દિવસનું પૂર્ણ લોકડાઉન.
5. કચ્છના ભચાઉ, રાપર, અંજાર સહિત આસપાસના વિસ્તારમાં થયો ભારે વરસાદ. અરવલ્લીના ધનસુરા સહિતના વિસ્તારોમાં શરૂ થયો વરસાદ- અમદાવાદમાં પણ સાંજ પછી થયેલા વરસાદ -ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ફેલાઇ ઠંડક - માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા માટે સુચના - હજુ વરસાદ થવાની હવામાન ખાતાએ કરી આગાહી
6. આસામમાં પૂર અને ભૂસ્ખલનથી 97 લોકોના મોત- આસામના મુખ્યમંત્રી સોનુવાલે કરી પરિસ્થિતિની સમીક્ષા- હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં કરી ભારે વરસાદની આગાહી
7. યુનિયન મિનિસ્ટર હરદીપસિંગ પુરીએ કરી મહત્વની જાહેરાત. દિવાળી સુધી ડોમેસ્ટીક ફ્લાઇટના ઓપરેશન 55 થી 60 ટકા સુધી લઇ જવાની યોજના. હાલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરુ કરવા અંગે નથી કોઇ આયોજન. વંદે ભારતની માફક એર ઇન્ડિયાની જેમ અન્ય દેશોની ફલાઇટો રહેશે ચાલુ.
8. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્રને કરશે સંબોધન- આર્થિક અને સામાજિક પરિષદમાં પ્રધાનમંત્રી આપશે ભાષણ- થીમ છે 'કોવિડ-19 બાદ બહુપક્ષવાદ' 75મી વર્ષગાંઠ પર આપણે ક્યાં પ્રકારના સંયુક્ત રાષ્ટ્રનીછે જરૂર. ?
9. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસના લદ્દાખ અને શ્રીનગરના પ્રવાસે --સીમા પર કરશે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા- સેના પ્રમુખ જનરલ નરવણે પણ રહેશે સાથે