દીવનાં કેન્દ્રીય નોડલ ઓફિસર, શ્રીમતી અલ્કા અરોડા, દીવના કલેકટર, શ્રીમતી સલોની રાય અને દીવના ડેપ્યુટી કલેકટર, શ્રી હરમિંદર સિંઘની ઉપસ્થિતીમાં, ઘોઘલા બીચ પર જલશક્તિ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઇ ગયો. જે અંતર્ગત દિવ કલેક્ટરે વૃક્ષારોપણ કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં કલેક્ટરે જણાવ્યું કે વૃક્ષોનું જતન કરવું એ આપના અને આપના ભવિષ્ય માટે ઘણું જરૂરી છે. વૃક્ષો થકી જમીનનું ધોવાણ અટકશે અને જળનો સંચય થશે. તેમણે એક કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માહિતી આપતા જણાવ્યું કે પોષણ મિશન, ડીજીટલ ઇન્ડીયા, સ્વચ્છ ભારત વગેરે યોજનાઓ અંગે દિવમાં ખાસ કાર્યક્રમો યોજાયા છે.