Doordarshan : 60 Glorious Years Of DD | Engineers Day | Samachar @ 4.00 PM
15-09-2019 | 5:58 pm
Share Now 1. દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સરકારે કરી મોટી જાહેરાત - નાણામંત્રી નિર્મલા સિતારમણે નિકાસકારોને કરી પચાસ હજાર કરોડ રૂપિયાના પ્રોત્સાહન પેકેજની ઘોસણા- કિમતી પથ્થર અને આભુષણ, યોગ- પર્યટન , વસ્ત્ર અને ચામડાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે માર્ચ 2020થી વાર્ષિક મેળો શોપિંગ ફેસ્ટીવલનો દેશમાં ચાર જગ્યા ઉપર કરવામાં આવશે આયોજન.
2. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું પાકિસ્તાન આતંકવાદને રોકે - પાકિસ્તાનને આડે હાથે લેતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે જે લઘુમતિઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું છે તે કરી રહ્યું છે માનવાધિકારની વાતો.
3. વિદેશમંત્રી એસ. જયશંકરે ફરી લીધી સ્ટેચ્યુ ઑફ યુનિટી અને નર્મદા ડેમની મુલાકાત - પ્રતિમાની ભવ્યતાથી થયા પ્રભાવિત - ગણાવ્યું ન્યુ ઇન્ડિયાનું પ્રતિક.
4. નર્મદા સરદાર સરોવર ડેમે પ્રથમવાર વટાવી ઐતિહાસિક સપાટી - ડેમની સપાટી થઇ 138 મીટરને પાર - નદી કાંઠાના 175 ગામને કરાયા એલર્ટ - 17 સપ્ટેમ્બરે ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ 'નમામિ દેવી નર્મદે' મહોત્સવની તૈયારીઓ શરુ - દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક થતા મોટાભાગના ડેમ થયા ઓવરફ્લો - મહિસાગર નદી પણ બે કાંઠે - કડાણા અને ભાદરબંધમાંથી પાણી છોડવામાં આવ્યું.
5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાતની મુલાકાતે - સરદાર સરોવર ડેમ પૂર્ણ ક્ષમતાએ ભરાતા ઉજવાશે નમામિ દેવી નર્મદે મહોત્સવ - રાજ્યોનાં તમામ જિલ્લાઓમાં થશે ઉજવણી.
6. અમદાવાદમાં ઇન્ડીયા ઇન્ટરનેશનલ ટ્રેડફેરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - મુખ્યમંત્રીએ કહ્યું વિશ્વમાં તેજી-મંદીના ચાલતા ચક્ર વચ્ચે આપણે વેપાર-કારોબાર અર્થવ્યવસ્થાનિ સ્થિતિ સાહસિકતા, બચત વિરાસતથી જાળવી રાખી છે.- આઠ દેશો અને બાર રાજ્યોના 300થી વધુ પ્રદર્શકો ઉત્પાદકો એક છત્ર નીચે મળશે.
7. અલકાયદાના વારસદાર ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન થયો ઠાર - અફઘાનિસ્તાન-પાકિસ્તાનની બોર્ડર નજીક યુએનની આતંકવાદ વિરોધી સેનાએ કર્યો ઠાર - અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા કરાઈ સત્તાવાર જાહેરાત.