હેરિટેજ સિટી અમદાવાદ માં ટ્રાફિકને ઘટાડવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવાના ભાગરૂપે તેમજ શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરે તે હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત gut 2019માં અમદાવાદ બાઈક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ લો ગાર્ડન ખાતે આવેલ હેપ્પી સ્ટ્રીટ માં લગભગ અઢીસો ઉપરાંત ઈ બાઈક તથા બાઈસીકલ શહેરીજનોના ઉપયોગ માટે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા આ સેવાનો સત્તાવાર ફ્લેગ ઓફ આપવામાં આવ્યો આ પ્રસંગે વિજય નહેરા દ્વારા રાઈડ પર કરવામાં આવી .અમદાવાદ પ્રોજેક્ટ અંતર્ગત લોકો માટે સાર્વજનિક પરિવહન સેવાઓનો વધુમાં વધુ શહેરીજનો ઉપયોગ કરે અને શહેરના વાતાવરણને પણ શુદ્ધ રાખે તેઓ અનુરોધ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો હતો