FONT SIZE
RESET
22-01-2018 | 4:27 pm
1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિશ્વ આર્થિકમંચની48મી વાર્ષિક બેઠકમાં સ્વીત્ઝર્લેન્ડના દાવોસની મુલાકાતે જશે - મંચ સમક્ષ ભારતની વિકાસગાથા રજૂ કરવા ઉપરાંત સ્વીત્ઝર્લેન્ડના પ્રમુખ સાથે કરશે દ્વિપક્ષીય મંત્રણા.
2. વર્તમાન સમયમાં તમામ ક્ષેત્રોમાં યુવકોની સરખામણીએ યુવતીઓ વધુ પ્રગતિ સાધી રહી હોવાનું જણાવતા મહામહીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ - બે દિવસની મુલાકાતના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિએ ગુજરાત યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારોહમાં આપ્યું દીક્ષાંત પ્રવચન.
3. જમ્મુ-કાશ્મીરમાં સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતાં પાકિસ્તાનની નાપાક હરકત - પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે ગોળીબારના કારણે ત્રણ નાગરિકોના મોત અને બે જવાન શહિદ - અનેક લોકો ઘાયલ - મુખ્યમંત્રી મહેબૂબાએ કરી પાકિસ્તાનની કડક શબ્દોમાં ટીકા.
4. દિલ્હી સરકારના આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ચૂંટણીપંચની ભલામણને માન્યા રાખતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ - સંસદિય સચિવનો લાભનો હોદ્દો ધરાવતા હતા આ ધારાસભ્યો.
5. દિલ્હીમાં ફટાકડાની ફેકટરીમાં ભીષણ આગમાં 17ના મોત - 30થી વધુ દાઝ્યા - ગુજરાતમાં વડોદરાના નંદેસરી જીઆઇડીસીની કંપનીમાં વહેલી સવારે લાગેલી આગમાં ચારના મોત 3 ઘાયલ.
6. પદમાવત ફિલ્મના વિરોધ સંદર્ભે રાજય પોલીસવડા પ્રમોદકુમારે ગાંધીનગરમાં યોજી પત્રકાર પરિષદ - ફિલ્મનો હિંસક વિરોધ કરનારા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહીની કરી જાહેરાત - સુરક્ષા બંદોબસ્ત માગનાર થિયેટરમાલિકોને સલામતી પૂરી પાડવા આપી ખાતરી.
7. મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરના આંગણે ઉત્તરાર્ધ મહોત્સવમાં શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને નૃત્યકલાનો અનોખો સંગમ - આંતરરાષ્ટ્રીય નૃત્યાંગનાઓએ ઓડિસી, ભરતનાટ્યમ, કુચીપુડી જેવી શાસ્ત્રીય કૃતિઓથી દર્શકોને કર્યાં મંત્રમુગ્ધ
8. વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની રૂચિ વધે તે હેતુથી ગાંધીનગરમાં બે દિવસીય નેશનલ સાયન્સ ડેનું કરાયું આયોજન - ગુજરાતભરમાંથી આવેલા 650 બાળકોએ નાટક, ક્વીઝ જેવા વિવિધ માધ્યમો દ્વારા વિજ્ઞાનની વિશેષ વાતો જાણી - સ્વચ્છ ભારતની થીમ સાથે શિક્ષકોએ પણ આપ્યો સંદેશ.